રાજસ્થાન સરકાર ખેડૂતોને વીજળીના બિલમાં એક હજાર રુપિયા સબસિડી આપશે

રાજસ્થાન સરાકરે રાજ્યના લાખો ખેડૂતોને વીજળી બિલ પર મોટી રાહત આપતા ‘મુખ્યમંત્રી મિત્ર એનર્જી યોજના’ની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે આ જાહેરાત કરી. આ યોજના અંતર્ગત રાજ્યના દરેક ખેડૂત પરિવારને વીજળીના બિલ પર એક હજાર રૂપિયા દર મહિને સરકાર તરફથી સબસિડી આપવામાં આવશે. આ સબસિડી સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થશે. આ યોજનોન લાભ આ વર્ષે મે મહિનાથી આવેલ વીજળીના બિલ પર લાગુ થશે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના એક ટ્વીટમાં આ વાતની જાણકારી આપી હતી. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું, “ખેડૂતોનું કલ્યાણ એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. આ જ ભાવના સાથે અમારી સરાકરે ખેડૂતોને સમૃદ્ધ અને ખુશહાલ બનાવવા માટે અનેક મહત્ત્વપૂર્ણ ર્નિમય કર્યા છે. આ જ ક્રમમાં હવે અમે ‘મુખ્યમંત્રી કિસાન મિત્ર ઉર્જા યોજના’ શરૂ કરવા જઈ રહ્યા છીએ.”
સાથે જ એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું, “તેનો લાભ તમામ સામાન્ય શ્રેણીના ગ્રામીણ, મીટર્ડ અને ફ્લેટ રેટ કૃષિ ગ્રાહકોને મળશે. તેમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ૧૪૫૦ કરોડ રૂપિયાથી વધારે સબસિડી આપવામાં આવશે.”
સરકારની આ યોજનાથી રાજ્યના ૧૫ લાખ ખેડૂતોને ફાયદો થશે. એવા ગ્રાહકોને આ યોજનાનો લભ નહીં મળે જેના પર પહેલાથી જ વીજળી કંપનીનું કોઈ લેણું હોય. જાે કોઈ ખેડૂતનું મહિનાનું બિલ એક હજાર રૂપિયાથી ઓછું આવતું હશે તો બાકીની રકમ તેના આગળના મહિના વીજળીના બિલ સથે એડજસ્ટ કરવામાં આવશે.
Recent Comments