મુંબઇની યુવતીને ફેક આઇડી બનાવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો
એક વર્ષ પહેલાં મુંબઇના સહારા પોલીસ સ્ટેશનમાં આ કોલેજીયન યુવતીએ ડી.જે. મેક્સ ઓઝા ઉર્ફે જીગ્નેશ ઉર્ફે જીગો રતિલાલ ઓઝા વિદ્ધ બળાત્કાર તથા આઇ.ટી. એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. આ યુવતી ફેસબુક ઉપર ડી.જે. મેક્સના નામથી એકાઉન્ટ ધરાવતાં શખ્સ સાથે પરિચયમાં આવી હતી. ફેસબુક ઉપર જ આ યુવાન સાથે પ્રેમમાં પડેલી આ યુવતીના ઘરે મળવા આવેલાં આ યુવાને પોતાનું સાચું નામ જીગ્નેશ ઓઝા હોવાનું બતાવ્યું હતું અને લગ્ન કરવાનું જણાવી તે જ વખતે તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.
જાેકે ત્યારબાદ આ શખ્સે આ યુવતીને પરેશાન કરવાનું શરુ કર્યું હતું. આ યુવતી ઉપર શંકા રાખવાની સાથે અભદ્ર વ્યવહારથી કંટાળી સંબંધ તોડી નાંખતા આ શખ્સ આ યુવતીના જે નગ્ન વિડીયો કોલ કર્યા હતા તેના સ્ક્રીન શોટ્સ તથા ફોટો યુવતીના સંબંધીઓને મોકલવાની સાથે સોશ્યિલ મિડીયાના તેના એકાઉન્ટમાં પણ વાયરલ કરી દીધા બાદ ફોન નંબર બંધ કરી દેવાની સાથે સોશિયલ મિડીયાના તેના એકાઉન્ટસ પણ બંધ કરી દીધા હતા.
યુવતીને તેના નામ સિવાય તેનું સરનામું પણ ખબર નહોતું. આ શખ્સ ગુજરાતી હોવા પૂરતી જ માહિતી તથા ફેસબુક એકાઉન્ટનો તેનો ફોટો માત્ર હોઇ મુંબઈ પોલીસે સુરત પોલીસ પાસે મદદ માગી હતી. આ યુવાનને ફોટોના આધારે ટ્રેક કરી ઇન્સપેક્ટર આર.એસ. સુવેરાના માર્ગદર્શનમાં એ.એસ.આઇ. જલુ મગન અને કોન્સ્ટબલ અશોક લૂણીએ તેને ઝડપી લીધો હતો.
પોલીસની તપાસમાં આ ૩૧ વર્ષીય જીગ્નેશ ઓઝા અમરેલી જિલ્લાના ઉટીયા ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું. બાળપણમાં જ પિતાનું અવસાન થયું હતું. આઠ વર્ષ પહેલાં માતાએ બીજું લગ્ન કરી લીધા. હોઇ જીગ્નેશ એકલો જ મુંબઇના ભાયંદર વિસ્તારમાં રહી ડી.જે. વગાડતો હતો.
ગુનો કર્યા બાદ તેણે ડી.જે.ના કામ સાથે ઘર પણ ખાલી કરી દીધું હતું. ફેસબુક અને ઇન્સ્ટા.ના તમામ એકાઉન્ટ ડિલીટ કરી ફોન નંબર પણ બદલી મુંબઇ ની આરાધ્યા ટ્રાવેલ્સની બસમાં ક્લીનર તરીકે નોકરીએ લાગી ગયો હતો. અને બનાસકાંઠાના પાથાવાડાની કરણી હોટેલના પાર્કિંગમાં રહેતો હતો.
Recent Comments