fbpx
ગુજરાત

સંતરામપુરનો ગેરકાયદે ગર્ભપાત કેસઃ ૪ મહિલામાંથી ૧ નર્સની ઓળખ થઈ ૩ની બાકી

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં નાની ઉંમર ધરાવતી યુવતીને એક મુખ્ય મહીલા અને ૩ સહાયક મહીલા દ્વારા ગર્ભપાત એટલે કે ભૃણહત્યા હત્યા કરી દેવાનો વિડિઓ બહાર આવતા દ્વારા તંત્ર દોડતું થયું હતું.બીજી તરફ વડોદરાની મુલાકાતે આવેલાં ગૃહ રાજ્યમંત્રીએ સંતરામપુરની ઘટનાને અત્યંત ગંભીર ગણાવી રાજ્ય સરકાર દ્વારા આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તપાસ કરવાના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું.

શિકારી ફળીયાના મકાનમાં ચાલી રહેલા બાળકની હત્યાનો ગોરખ ધંધાથી માત્ર ૧૦૦ મીટર દૂર આવેલ પ્રિયલ હોસ્પિટલમાં સ્ટાફ કાળીબેન સંગડા હોવાની પુષ્ટિ થઇ છે. જેઓ ૨૦ વર્ષથી પ્રિયલ હોસ્પિટલમાં નોકરી કરે છે. જેઓ સંતરામપુરના શિકારી ફળિયામાં ભાડાના મકાનમાં રહે છે. ભાડાના મકાનની પાછળના ભાગે સીરીન તથા ડાધાવાળા કપડા પડેલા જાેવા મળ્યા હતા.ગર્ભપાત કરાવતા વિડીયોથી ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ભાડા મકાનની આસપાસના રહીશોના નિવેદનો લીધા હતા. જયારે હોસ્પીટલમાં ડોકટરની પણ નર્સ કાળીબેન વિશે પુછપરછ કરી હતી.

પોલીસે વિડીયોમાં જાેવાતી ૪ મહિલામાં એક મુખ્ય મહિલા ગર્ભપાત કરાવતી અને અન્ય ૩ મહિલાઓને સહાયક બતાવીને તેઓની વિરુદ્ધ મેડીકલ પ્રેકટીસનર એકટ ૨૫ તથા ધી મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગનેન્સી(એમટીપી) એકટ ૧૯૭૧ કલમ ૪,૫ મુજબનો ગુનો નોધીને મુખ્ય મહિલા કાળીબેન સંગાડાની શોધખોળ કરવા અલગ અલગ ટીમો બનાવી હતી. પણ હજુ સુઘી પોલીસના હાથમાં મુખ્ય મહીલા નર્સ આવી નથી.
જિલ્લા આરોગ્ય અધિકારી અને પોલીસ તપાસ દરમ્યાન કાળીબેનના ઘરે ગર્ભપાત કરવા માટે ૬ ગોળી મળેલ છે. ગોળીઓ ડોકટરના લખાણ વગર ન મળે તો ગોળી આવી ક્યાંથી કોઈ ડોક્ટર કે કયા દવાના સ્ટોરમાંથી આવી જેવા સવાલો ઉભા થયા.

ડો.મીનેશ શાહે કહ્યું, કાળીબેન ૨૦ વર્ષથી દવાખાનામાં નોકરી કરે છે. એમના ઘરના લોકેશન પરથી એ હોય એવું લાગે છે. આવુ કૃત્ય ના કરવુ જાેઈએ સામેના માણસની જિંદગીનો સવાલ છે. નિવેદન પોલીસને આપ્યું છે.

મહીસાગર જિલ્લા નારીઅદાલતના કોઓર્ડિનેટર મુક્તિબેન જાેષી સંતરામપુર ઘટના સ્થળે પહોંચી મુલાકાત લીધા બાદ ઘટના ફરીવાર ન બને તેને ધ્યાને રાખી કાર્યવાહી કરી આરોપીઓને ઝડપવા સૂચના આપી હતી.

સંતરામપુરમાં થયેલી અમાનીય ઘટનાની શહેરમાં ચર્ચાઓ થઈ રહી છે. વાયરલ વીડિયોમાં જે તે સમયે બેભાન કરેલી યુવતીનું ગર્ભપાત ૪ મહિલાઓએ કર્યા બાદ યુવતીનું મોત થયું હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પોલીસે મુખ્ય મહિલા કાળીબેનની શોધખોળ શરૂ કરી છે. કાળીબેનના સગા સંબંધીઓની પૂછપરછ કરી છે. સાથે તેનો ભાઈ રાજસ્થાન રહેતો હોવાની જાણ થતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/