fbpx
ગુજરાત

બાયો-ડાયવર્સિટી પાર્કમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વૃક્ષારોપણ કર્યું

અમદાવાદ શહેરમાં વૃક્ષોનું ગ્રીનકવર વધારવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલા પ્લોટ તેમજ રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વૃક્ષો વાવવાનો ર્નિણય કર્યો છે. આજે સાબરમતી રિવરફ્રન્ટ પર ચંદ્રનગરબ્રિજ પાસે આવેલા બાયો-ડાયવર્સિટી પાર્કમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વૃક્ષારોપણ કર્યું હતું. બાયો-ડાયવર્સિટી પાર્કની જગ્યા પર ૪૫,૦૦૦ વૃક્ષો વાવી અને મીની જંગલ ઉભું કરવામાં આવશે.


પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદનું નવું નજરાણું બાયો-ડાયવર્સિટી પાર્ક બનવાનું છે. આ પાર્ક અમદાવાદની નવી ઓળખ પ્રસ્થાપિત કરશે. વૃક્ષપ્રેમીઓ અવારનવાર મુલાકાત સાથે રિવરફન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ક અર્બન ફોરેસ્ટ પ્રસ્થાપિત બનશે. સાબરમતી રિવરફ્રન્ટ અને પર્યાવરણ જતનને વાચા મળશે.

બાયો-ડાયવર્સિટી પાર્કમાં ૪૫૦૦૦ વૃક્ષો વાવવામાં આવશે અને મીની જંગલ ઉભું કરવામાં આવશે. રૂ. ૨.૫ કરોડના ખર્ચે ઉભું બાયો-ડાયવર્સિટી ફેઝ-૨માં બનશે. આ પાર્કમાં ચંદન, સિંદુર, સિરિસ, ઉમરો, રક્તચંદન જેવા ૧૭૦ પ્રકારના અલગ અલગ વૃક્ષો વાવવામાં આવશે. જેનાથી પક્ષીઓ આકર્ષાય છે. પહેલા ૫૦૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવશે, ત્યારબાદ બાકીના ૪૦૦૦૦ વૃક્ષો ત્રણ માસમાં રોપવામાં આવશે. પાંચ વર્ષ સુધી માવજત કરવામાં આવશે. આ પાર્કમાં ચાલવા માટે કાચો માર્ગ બનાવવામાં આવશે. ચાલુ વર્ષે સાબરમતી રિવરફ્રન્ટમાં કુલ ૧.૩૫ લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/