fbpx
ગુજરાત

ક્લાસ-૨ અધિકારી પાસેથી અધધ…સવા બે કરોડની રકમ મળી આવતા અધિકારીઓ ચોંક્યા

એસીબીની સૌથી મોટી ટ્રેપ સામે આવી છે. અમદાવાદ અને ગાંધીનગરની એસીબી ટીમે સંયુક્ત કામગીરી કરી હતી. સામાન્ય ટ્રેપ થયા બાદ આક્ષેપીત હોય છે તેમના ઘરમાં સર્ચ કરવામાં આવે છે. ટ્રેપ કરતા સમયે સવા ૨ કરોડની રકમ મળી છે. ગાંધીનગરમાં ૬/૨૧ ગુન્હો દાખલ થયો છે.

અમારી પાસે ફરિયાદ મળી હતી. કોન્ટ્રાકટ સાથે સંકળાયેલા હતા. આરોપી વિરુદ્ધ ફરિયાદીએ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સમી પાટણમાં બોયઝ હોસ્ટેલ માટે લાંચ માંગી હતી. અમે પાટણમાં પણ ટ્રેપ ગોઠવી હતી. રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગમાં કલાસ ૨ અધિકારી છે, જે મુખ્ય આરોપી છે તેમનું નામ નિપુણ ચોકસી, વર્ગ ૨ ના અધિકારી છે કે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં કાર્યરત હતા. ફરિયાદી અને તેમના ભાઈ કોન્ટ્રાકટર છે જેમની પાસે સવા ટકાની લાંચ માંગી હતી, તેમ એસીબીના આશુતોષ પરમારે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ૧૭ જુલાઈએ અમદાવાદ એકમેં ટ્રેપ ગોઠવી હતી. નિપુણ ચોકસીના ઘેર સર્ચ કરવામાં આવી ત્યારે ૪,૧૨,૦૦૦ ની રકમ મળી છે. ગાંધીનગર કો-ઓપરેટિવ બેન્કમાંથી ૭૪,૫૦,૦૦૦ ની રકમ તેમના લોકરમાંથી મળી આવી છે. અન્ય બેન્ક એકાઉન્ટમાં ચેક કરતા ૧ કરોડ જેટલી રકમ મળી હતી. કુલ સવા ૨ કરોડની રકમનો મોટી ટ્રેપ કરવામાં આવી છે. કેનેરા બેંકમાં સોનાની જડતી લેવામાં આવી છે, જેની કિંમત સવા ૨ લાખ જેટલી થવા પામી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/