fbpx
ગુજરાત

દિલ્હીથી નીકળેલો સાવરણો કંઇક તો સાફ કરશે જઃ સ્વામિનારાયણના મહંત. કોની સફાઇ કરશે તે ખબર નથી પણ સફાઇની તૈયારી તો રાખવી જ પડશે

સુરતના એ.કે. રોડ સ્થિત અલકાપુરી રૂસ્તમબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીએ ઓનલાઈન કથામાં કરેલી રાજકીય ટીપ્પણી વાઈરલ થઈ રહી છે. વિશ્વવલ્લભ સ્વામીએ કથામાં કહ્યું કે,’ દિલ્હીથી નીકળેલો સાવરણો કંઈક તો સાફ કરશે જ. સાવરણાનું તો કામ જ સાફ કરવાનું છે.’ ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવશે તેવું ગર્ભિત રીતે જણાવતા સ્વામીનો વીડિયો આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ સ્વરૂપે મૂકીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે.

ઘણી વખત સંતો દ્વારા રાજકીય વાતો તથા મંચ ઉપરથી કરતા હોવાનું જાેવા મળે છે. સમયાંતરે કથાકારો કે, મહંતો દ્વારા રાજકીય પક્ષોની આલોચના કે, પ્રશંસા કરતા હોવાના વીડિયો સામે આવતા હોય છે. વિશ્વવલ્લભ સ્વામીએ કહ્યું કે, રાજકારણમાં ચૂંટણીઓ આવતી હોય છે. જતી હોય છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ ચૂંટણીને લઈને પોતાનો રાગ દ્વેષ લાંબા સમય સુધી રાખતો હોય છે. જે ખરેખર યોગ્ય નથી. કોઈને રાહુલ ગાંધી ગમે, તો કોઈને કેજરીવાલ ગમે છે. રાગ દ્વેષ ચૂંટણી પૂરતો હોવો જાેઈએ. ત્યારબાદ તેને ભૂલી જવો જાેઈએ. આગળ વાત કરતા વિશ્વલ્લભ સ્વામી કહ્યું કે, દિલ્હીથી કેજરીવાલનો સાવરણો ગુજરાતમાં આવ્યો છે. હવે ગુજરાતમાં સાવરણો આવ્યો છે તો, સફાઈ તો કરશે જ એ તો પાક્કું છે. કોની સફાઈ કરશે તે ખબર નથી.પણ સફાઈની તૈયારી તો રાખવી જ પડશે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જે વાત કરી છે, તેનો ઉપયોગ આમ આદમી પાર્ટીના નેતાઓ શરૂ કરી દીધો છે. આપના નેતાઓના ધ્યાન પર આવતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા ઉપર વિશ્વવલ્લભ સ્વામીના પ્રવચનમાં આમ આદમી પાર્ટીની વાત કરતા દેખાઈ રહ્યા છે. તે ભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/