fbpx
ગુજરાત

સુરત પોલીસની અનોખી કામગીરીઃ નિયમ તોડનારને પાળવા માટે શપથ લેવડાવ્યા

સુરત પોલીસ દ્વારા શહેરમાં આઈ ફોલો ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમ પાળતા લોકોના વાહનો પર આઈ ફોલોના સ્ટીકર લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ નિયમ તોડનારા લોકોને નિયમ પાળવા માટેની શપથ પણ લેવડાવવામાં આવી રહી છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. તો બીજી તરફ લોકો ટ્રાફિક નિયમ તોડી બેફામ વાહનો હંકારી રહ્યા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા સુરત શહેરમાં આઈ ફોલો ઝુંબેશ શરુ કરવામાં આવી છે. આ ઝુંબેશ અતર્ગત સુરત શહેરમાં ટ્રાફિક નિયમ પાળતા અને હેલ્મેટ પહેરતા લોકોને પોલીસ દ્વારા વાહનો પર આઈફોલોનું સ્ટીકર લગાડી તેઓની સરાહના કરવામાં આવી રહી છે.

બીજી તરફ નિયમ તોડતા લોકોને પોલીસ ગાંધીગીરી કરી પાઠ પણ ભણવી રહી છે. જે લોકો નિયમ નથી પાળતા અને નિયમ તોડે છે તેવા લોકોને પોલીસ વાહનો ઉભા રખાવી ટ્રાફિક નિયમ અંગે જાગૃત કરે છે અને તેઓની પાસેથી ટ્રાફિક નિયમ પાળવા માટે શપથ પણ લેવડાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી છે. લોકોએ જણાવ્યું હતું કે નિયમ પાળવા આપણા હિતમાં છે. વાહનો ધીમે હાંકવા જાેઈએ અને હેલ્મેટ પણ જરૂર પહેરવું જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/