fbpx
ગુજરાત

પાલનપુર માર્કેટયાર્ડ ચૂંટણીઃ બોગસ મતદારો ઉભા કર્યાનો આક્ષેપ

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં મતદારોની પ્રથમ યાદી જાહેર થતા જ વિવાદ સર્જાયો છે. બોગસ લાઇસન્સ બનાવી મતદારો ઊભા કર્યાના આક્ષેપ સાથે વેપારીઓમાં રોષ ભભૂક્યો છે જે હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને વેપારીઓએ બોગસ લાયસન્સ રદ નહીં થાય અને મતદાર યાદીમાં સુધારો નહીં થાય ત્યાં સુધી ખરીદ વેચાણ બંધ કરી હડતાલ પર ઉતરી જતા માર્કેટ યાર્ડમાં માલની આવક જાવક ઠપ્પ થઈ છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આવેલી માર્કેટયાર્ડમાં નિયામક મંડળની ચૂંટણી આગામી ૧૮ સપ્ટેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ મતદાર યાદી જાહેર થતાં જ માર્કેટ યાર્ડમાં ચૂંટણી મામલે વિવાદ ઊભો થયો છે. વેપારીઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે કે એપીએમસીમાં વર્તમાન સત્તાધીશો પોતાની સત્તા ટકાવી રાખવા પોતાના મળતિયાઓને નામે ચૂંટણીલક્ષી લાયસન્સ આપી મતદારયાદીમાં ૧૮૦ જેટલાં નામ સમાવિષ્ટ કરાવ્યાં છે જે નામ રદ્દ કરી મતદાર યાદી નહીં સુધરે ત્યાં સુધી વેપારીઓએ હડતાળનો માર્ગ અપનાવતા માર્કેટ યાર્ડમાં માલની આવક જાવક ઠપ્પ થઈ છે. જેને લઈ માલ લઈ આવતા ખેડુતો અને માર્કેટ યાર્ડમાં કામ કરતા શ્રમિકોને અટવાવાનો વારો આવ્યો છે.

મહત્ત્વની વાત છે કે મતદાર યાદીમાં ચૂંટણી લક્ષી લાયસન્સ આપી મળતિયાઓના નામ ઉમેરાયા હોવાની રજુઆત વેપારીઓ દ્વારા એપીએમસીના સત્તાધીશોને કરવામાં આવી પરંતુ સત્તાધીશો દ્વારા તેમની ફરિયાદ ન સાંભળતા છેવટે વેપારીઓએ તાબડતોડ બેઠક બોલાવી હડતાલ પર ઉતરી જવાનો ર્નિણય કર્યો. જાેકે વેપારીઓએ હડતાળ પર ઊતરવા મામલે અગાઉ માર્કેટયાર્ડનું ધ્યાન દોર્યું હોવા છતાં માર્કેટયાર્ડ દ્વારા ખેડુતોને જાણ ન કરાતા ખેડુતો પોતાનો માલ લઈ માર્કેટ યાર્ડમાં વેચવા પહોચ્યા, પરંતુ માર્કેટ યાર્ડમાં હડતાલને પગલે બંધ પેઢીઓને લઈ ખેડુતોને વાહનોનું ભાડું ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઈ વેપારીઓની સાથે સાથે ખેડૂતોમાં પણ રોષ ભભુકયો છે તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં કામ કરતા શ્રમિકોની રોજીરોટી પણ છીનવાઇ છે જેને લઇ શ્રમિકો પણ રોષે ભરાયા છે અને વહેલી તકે માર્કેટયાર્ડ શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/