fbpx
ગુજરાત

ગુજરાતમાં અત્ર-તત્ર સર્વત્ર વરસાદઃ સૌથી વધુ લોધિકામાં ૮ ઇંચ વરસાદ

૨૧૫ તાલુકામાં મન મુકીને વરસ્યા મેઘરાજ, જામનગરમાં આભ ફાટ્યુ, ૩ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૨૪૦ તાલુકામાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૦૦ તાલુકાઓમાં અડધાથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં ૮ ઈંચ વરસાદ જયારે છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૫ તાલુકામાં ૪ થી ૮ ઈંચ, ૬૦ તાલુકામાં ૨ થી ૪ ઈંચ, ૭૫ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

જામનગરના જામજાેધપુર તાલુકાના નરમાણામાં આભ ફાટ્યા બાદ ૩ કલાકમાં ૧૦ ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. કાલાવડમાં પણ ૪ કલાકમાં ૬ ઈંચ વરસાદ થયો હતો. છોટાઉદેપુરમાં ૭.૫ ઈંચ, કવાંટમાં ૬.૭૩ ઈંચ અને ધ્રોલ તેમજ જાેડિયામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં ૨૭ જુલાઈ સુધી વરસાદનો સિલસિલો ચાલુ રહેવાનુ પૂર્વાનુમાન કર્યુ છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ જ્યારે અમુક સ્થળોઓ મૂસળધાર વરસાદ વરસી શકે છે.

તમને જણાવી દઈએ કે ૧૦ ઈંચ વરસાદ ખાબકતા જામજાેધપુરનો સોગઠી ડેમ ઓવરફ્લો થયો હતો. કાલાવડ પંથકના છતરમાં પણ ઘોડાપુર આવ્યુ હતુ. જેના કારણે વાહનો કોઝવે તણાઈ ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આરસંગ નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ. સોરઠના માણાવદરમાં ૫, જૂનાગઢના વંથલી પંથકમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કેશોદ, મેંદરડામાં અઢી ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. રાજકોટના ગોંડલ તાલુકામાં શનિવારે બપોરે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા વચ્ચે માત્ર ૪ કલાકમાં ૧૧૯ મીમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજકોટના લોધિકા તાલુકામાં ૫૧ મીમી અને કોદાસંગણીમાં ૪૫ મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત વરસાદના કારણે રાજ્યના સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના ૨૯ ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં એક દિવસમાં ૧૦ સેમીનો વધારો થયો હતો. વરસાદના લીધે ૨૨,૭૭૨ ક્યુસેક પાણીની આવક થતા સપાટી ૧૧૫.૩૭ મીટર પર પહોંચી છે. વળી, રાજ્યના ઉકાઈ, વાતરક, મેશ્વો, વણાંકબોરી, પાનમ, કડાણા, કરજણસુખી, દાંતિવાડા સહિતના ડેમમાં પાણીની આવક વધી છે.
ખેડા જિલ્લાના કપડવંજમાં સવા બે ઈંચ, નડિયાદ, મહુધા, કઠલાલ અને મહેમદાવાદમાં દોઢ ઈંચ, આણંદ-ખંભાતમાં એક, ઉમરેઠમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તરગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠાના પ્રાંતિજમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. વિજયનગરમાં પણ વરસાદ પડતા પોળો ફોરેસ્ટમાં ફરવા આવેલા સહેલાણીઓ ખુશ થઈ ગયા હતા. અરવલ્લીમાં પણ સવા ઈંચ વરસાદ પડવાને કારણે પાકને જીવનદાન મળ્યુ હતું. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો અહીં સામાન્ય વરસાદ વરસ્યો હતો. રવિવારના રોજ સાંજ સુધી ઊંઝામાં ૧૧ મિમિ, કડીમાં ૩, ખેરાલુમાં ૨, જાેટાણામાં ૨, બહુચરાજીમાં ૫, વડનગરમાં ૨, વિજાપુરમાં ૯મિમિ વરસાદ નોંધાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/