fbpx
ગુજરાત

સોમનાથમાં ભક્તો ધ્વજારોહણ કરી શકશેઃ નવી વ્યવસ્થાનો શુભારંભ

વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના ૧૫૧ ફૂટ ઉંચા ગગનચુંબી શિખર પર લહેરાતી ૫૨ ગજની ધ્વજા આજથી ભાવિકો સ્વહસ્તે ચડાવી શકે તેવી સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે. ઘ્વજા ચડાવવાની નવી વ્યવસ્થાના દાતા ખોડલધામ સંસ્થાના અધ્યક્ષ નરેશભાઈ પટેલ હોય તેમણે જ આજે સહપરિવાર સોમનાથ ખાતે આવી નવી વ્યવસ્થાનો શુભારંભ કરાવી તેમના સ્વહસ્તે પ્રથમ ઘ્વજારોહણ કરી ધન્ય બન્યા હતા.

ખોડલઘામ મંદિર ખાતે ઘ્વજા ચડાવવા માટેની કાર્યરત સિસ્ટમ સોમનાથ મંદિર ખાતે ફીટ કરી કાર્યરત કરાવી આપવા ખોડલઘામના અઘ્યક્ષ નરેશભાઇ પટેલએ ઇચ્છા વ્યક્ત કરી હતી. જેને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આવકારી સહમતિ આપી હતી. જેથી ત્રણેક માસ અગાઉ સોમનાથ મંદિર ખાતે સિસ્ટમ ફીટ કરવા માટે સર્વે થયો હતો. બાદમાં સિસ્ટમ ફીટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. જે તાજેતરમાં પૂર્ણ થતા ટેસ્ટીંગ પણ કરવામાં આવ્યું હતું. જે સફળ રહેતા વિઘિવત રીતે સોમનાથ મંદિરે આવતા ભાવિકો માટે નવી સિસ્ટમ કાર્યરત કરવાનું નક્કી કરાયું હતું. આજથી જ ઘ્વજા ચડાવવાની નવી સિસ્ટમને ભાવિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આજે આ નવી સિસ્ટમના દાતા ખોડલઘામના અઘ્યક્ષ નરેશ પટેલે પરિવારજનો સાથે પ્રથમ ઘ્વજા રોહણ કરી નવી વ્યવસ્થાનો શુભારંભ કરાવી ઘન્યતા પ્રાપ્ત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/