fbpx
ગુજરાત

ચિલોડા પોલીસે શઇહોલી ગામેથી ૧૫૦૦ લિટર બાયો-ડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી બાયો ડીઝલનો હજારો લીટર જથ્થો ઝડપી લઈ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કામ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે ચીલોડા પોલીસે બાતમીના આધારે શિહોલી ગામથી મિની ટેન્કરમાંથી ૧૫૦૦ લીટર બાયો ડીઝલનો જથ્થો ઝડપી લઈ કિયા ટ્રાન્સ મોડેલ કંપનીના માલિકની ધરપકડ કરી રૂ. ૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચીલોડા પોલીસ મથકના ઇન્સ્પેકટર તરલ ભટ્ટની સૂચનાથી સ્ટાફના માણસોએ પૂર્વ બાતમીના આધારે શિહોલી ગામે સર્વે નંબર ૫૭૨માં આવેલી કિયા ટ્રાન્સ મોડેલ પ્રાઈવેટ લિમિટેડ કંપની પર છાપો મારવામાં આવ્યો હતો અને મિની ટેન્કરમાં ભરેલો ગેરકાયદેસર બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરી લેવાયો હતો.

આ અંગે ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટે જણાવ્યું હતું કે, પર્યાવરણ ને નુકસાનકારક જ્વલનશીલ બાયો ડીઝલનો જથ્થો કિયા ટ્રાન્સ મોડેલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના રામભાઈ નાગજણભાઈ ઓડેદરા (રહે. બી /૩૦૩,સીમંત – ૨, બોડકદેવ અમદાવાદ) દ્વારા મિની ટેન્કરમાં રાખવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ તે પોતાના ટ્રાન્સપોર્ટનાં વાહનોમાં કરતો હતો. તેમજ ઉક્ત જગ્યા ભાડે રાખીને પોતાનો ધંધો કરે છે. હાલમાં ૧૫૦૦ લીટર બાયો ડીઝલનો જથ્થો તેમજ મિની ટેન્કર મળી કુલ. ૪ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

જિલ્લા પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હકીકતમાં પર્યાવરણને નુકશાન કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવાની સીધી જવાબદારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રહેતી હોય છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સક્રિય કાર્યવાહી કરવામાં નહી આવતા હવે બાયો ડીઝલના ગેરકાયદેસર જથ્થાને ઝડપી લેવા પોલીસને કામગીરી કરવી પડી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/