વડોદરાની શ્વેતા પરમાર રાજ્યની પ્રથમ અને દેશની ચોથી લાઇસન્સ પ્રાપ્ત મહિલા સ્કાઇડાઇવર બની
વડોદરાની ૨૮ વર્ષની શ્વેતા પરમાર રાજ્યની પ્રથમ અને દેશની ચોથી લાઇસન્સ પ્રાપ્ત મહિલા સ્કાઇડાઇવર બની ગઇ છે.
શ્વેતા પરમારે કહ્યુ, “હું વાસ્તવમાં ઘણી ખુશ છું કે મારા કારણે મારા રાજ્ય અને મારો દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. મને લોકો પાસેથી શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે અને મને લાગે છે કે હું લોકો માટે પ્રેરણા બની શકીશ, ખાસ કરીને યુવા અને યુવતીઓ માટે.
શ્વેતા પરમારે કહ્યુ, સ્કાઇ ડાઇવિંગનો એક એવો અનુભવ છે જેમની કોઇ કાર્ય સાથે તુલના નથી કરી શકાતી. આ ખાસ છે અને મારા દિલની ઘણી નજીક છે. હવે, હું એક પ્રશિક્ષક વગર સ્કાઇડાઇવ કરવા માંગુ છું, કારણ કે મને લાગે છે કે જાે હું એક પ્રશિક્ષક સાથે સ્કાઇડાઇવિંગ કરવુ આટલુ આનંદદાયક છે તો પ્રશિક્ષક વગર તેને કરવુ અલગ રીતનો અનુભવ હશે.
શ્વેતા પરમારે કહ્યુ, “સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં રિવર રાફ્ટિગ જેવી કેટલીક સાહસિક ગતિવિધિ પહેલાથી થઇ રહી છે. સ્કાઇડાઇવિંગ એક એવી ગતિવિધિ છે જે યુવાઓ અને પ્રવાસીઓને આકર્ષિત કરી શકે છે અને આ સ્કાઇડાઇવિંગ માટે એક જાણીતી જગ્યા બની જશે. જાે કેટલાક સ્થળો પર આ થઇ રહ્યુ છે તો સ્થાયી રીતે નથી કરી શકાતુ. જાે આ ગતિવિધિ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં સ્થાયી રીતે સામેલ કરી લેવામાં આવે તો એક જાણીતુ સ્કાઇડાઇવિંગ સ્પોટ બની શકે છે.
Recent Comments