fbpx
ગુજરાત

સુરતના વેડરોડ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ પાર્ક કરેલ કારના કાચ તોડ્યા

સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી પ્રાણનાથ હોસ્પિટલ નજીક મધરાત્રે કેટલાક અસામાજિક તત્વોએ રોડ બાજુએ પાર્ક કારના કાચ તોડી ચોરીનો પ્રયાસ કરતા લોકોમાં રોષ જાેવા મળ્યો છે. કાર માલિકોએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અરજી કરી કરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

દીપકભાઈ મૂઢવા (સ્થાનિક રહેવાસી અને નુક્શાનગ્રસ્ત કારના માલિક) એ જણાવ્યું કે, ઘટના ૨૬ મીની મધરાતની હતી. એક હુંડાઈ ૈં-૧૦ અને ઇકો કાર રોડ બાજુ એ પાર્ક કરી હતી. રાત્રિના ૧ઃ૪૦ વાગ્યાના અરસામાં કેટલાક અજાણ્યા ઈસમો હાથમાં બોથડ પદાર્થ લઈને આવે છે, અને કાર પર પથ્થર અને ફટકા મારી કારના કાચ તોડી નાખે છે. એટલું જ નહીં પણ કારમાં ઘુસી ચોરીનો પ્રયાસ પણ કરે છે.

અસામાજિક તત્વોનો વધતો આતંક આ વિસ્તારના લોકો માટે ચિંતાજનક બની ગયો છે. પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. કોવિડ-૧૯ ની માહામારી સામે રાત્રિ કફ્ર્યૂમાં કેટલાક અસામાજીક તત્વો ખુલ્લે આમ ફરી રહ્યા છે અને પોલીસ ઊંઘી રહી હોવાનું સાબિત થયું છે. આખી ઘટનાના સીસીટીવી સાથે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રૂપી અરજી આપી છે. જાેકે કોઈ પકડાયું ન હોવાનું દીપકભાઈએ વધુમાં ઉમેર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/