fbpx
ગુજરાત

કલોલ-અમદાવાદ હાઇવે પર આઇસર ટ્રકની ટક્કરથી ઘાયલ સગીરાનું સારવાર દરમ્યાન મોત

કલોલ-અમદાવાદ હાઇવે રોડ પર રસ્તો ક્રોસ કરીને ડિવાઇડર પાસે પોતાના નાના ભાઈ સાથે ઉભી રહેલી ૧૭ વર્ષીય સગીરાનું અજાણ્યા આઈસર ટ્રકની ટક્કરથી અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે પરિવારજનોને પોલીસ ફરિયાદ કરવાથી વીમો મળશે તેવી જાણકારી મળતાં મૃતકની મોટી બહેને બનાવના ૧૨ દિવસ પછી ફરિયાદ આપતાં કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ રેલ્વે પૂર્વ માનવ મંદિર સોસાયટી વિભાગ-૧માં રહેતા અનિલકુમાર સોમાભાઈ મકવાણા પરિવાર પત્ની સુશીલાબહેન તેમજ બે દીકરી દિવ્યા, નિશા (ઉ ૧૭) તેમજ પુત્ર રીધમ છે. ગત તા. ૧૭મી જુલાઈના રોજ સાંજના સમયે સુશીલાબેન ત્રણેય સંતાનો સાથે રાજકોટ ખાતે રહેતી તેમની બહેન ચંપાબેનના ઘરે જવા નીકળ્યા હતા. તેઓ કલોલ ડેપોથી રિક્ષામાં બેસી અંબિકા બસ સ્ટેન્ડ ગયા હતા. પરંતુ રિક્ષા ચાલકે તેમને રોંગ સાઈડમાં ઉતાર્યા હતા. તે વખતે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં વાહનોની અવરજવર વધુ હોવાથી સુશીલાબેન અને દિવ્યા રોડ ક્રોસ કરી શક્યાં ન હતાં, પરંતુ નિશા અને રીધમ રોડ ક્રોસ કરીને ડિવાઇડર પાસે ઊભા રહી ગયા હતા. તે વખતે અમદાવાદ તરફથી આવતી અજાણી આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી નિશાને ટક્કર મારી નાસી ગયો હતો.


જેનાં પગલે ગંભીર રીતે ઘાયલ નિશાને કલોલની હોસ્પિટલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે વખતે પોલીસ ફરિયાદ નહીં કરવાનું પરિવારે નિવેદન નોંધાવ્યું હતું. જેથી પોલીસ ત્યાંથી રવાના થઇ ગઈ હતી. ત્યારે બીજા દિવસે તા. ૧૮મી જુલાઈએ નિશાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી ફરી પાછી પોલીસ તેઓના ઘરે પહોંચી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ નહીં કરાવવાનું હોવાથી પરિવારે કોઈ પણ જાતની પોલીસ કાર્યવાહીનો ઈન્કાર કરી દીધો હતો.

બીજી તરફ પરિવારજનોએ મૃતકની અંતિમક્રિયા પણ કરી દીધી હતી. ત્યારે અન્ય કુટુંબીજનોએ સલાહ આપી હતી કે, પોલીસ ફરિયાદ કરવાથી વાહનનો નંબર મળી જાય અને વિમાનાં પૈસા મળશે. જેનાં પગલે ૧૨ દિવસ પછી મૃતકની બહેન દિવ્યાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતાં કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/