પતિનાં માતાપિતાની મંજૂરીથી પત્ની માતા બનવા પતિના સ્પર્મને ઉપયોગમાં લઈ શકે છેઃ કોર્ટ
ગત ૨૦ જુલાઇએ ગુજરાત હાઈકોર્ટે કોરોનાગ્રસ્ત પતિના સ્પર્મની માગણી કરનારી પત્નીની તરફેણમાં આદેશ આપ્યો હતો. અગાઉ કોર્ટે સ્પર્મના સેમ્પલ લેવા માટે જ મંજૂરી આપી હતી, પરંતુ એનો ઉપયોગ કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. આ કેસમાં વધુ સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે હાલમાં એવો કોઈ કાયદો નથી કે પતિના સ્પર્મનો ઉપયોગ કરતાં પત્નીને રોકી શકાય. ભૂતકાળમાં પણ આવો કોઈ કિસ્સો આવ્યો નથી. આ માટે પતિનાં માતા-પિતાની મંજૂરીની આવશ્યકતા છે. મૃતક પતિનાં માતા-પિતાની આ માટે મંજૂરી હોવાથી હવે પત્નીને કોર્ટે પતિના સ્પર્મનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી છે, જેથી હવે હોસ્પિટલ ફ્રીઝ કરેલા સ્પર્મનો ઉપયોગ પત્નીની ૈંફહ્લ ટ્રીટમેન્ટમાં કરી શકશે.
શહેરમાં એક માનવીય કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં મહિલા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોતાના મરણ પથારીએ પડેલા પતિના સ્પર્મ મેળવવા પીટીશન કરવામાં આવી હતી. મહિલાનો પતિ કોરોનાને કારણે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો. જેની તબિયત વધુ લથડી હતી. ડોક્ટર દ્વારા મહિલાને જણાવાયું હતું કે, કોરોનાને કારણે તેના પતિના મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ ગયા છે. જેથી તેની બચવાની આશા નહોતી અને તે ગણતરીના કલાકોમાં મૃત્યુ પામશે.
યુગલને લગ્ન કયેર્ાના ઓછા સમય થયા હોવાથી અને બાળક ન હોવાથી પત્નીએ પતિ તરફના અવિરત પ્રેમને લઈને કુટુંબ આગળ ધપાવવા ૈંફહ્લ દ્વારા બાળક પેદા કરવાનો ર્નિણય લીધો. તે માટે પુરુષના સ્પર્મની જરૂર પડે છે. હોસ્પિટલ દ્વારા તે માટે પતિની સંમતિ જરૂરી હોવાનું જણાવ્યું હતું. પરંતુ મહિલાનો પતિ તે માટે સંમતિ આપી શકે તેવી સ્થિતિમાં નહોતો.
પત્નીના આ ર્નિણયમાં તેના સાસુ-સસરાએ પણ સાથ આપતા. હાઈકોર્ટે આઈવીએફ ટેકનોલોજીમાં પતિના સ્પર્મનો ઉપયોગ કરતા મહિલાને અટકાવવાનું કોઈ કારણ દેખાયું નહોતું. આથી આખરે હાઈકોર્ટે પત્નીને મૃત પતિના સ્પર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.
Recent Comments