રાજ્યમાં સવારની સ્કૂલો સવારે અને બપોરની સ્કૂલો બપોરે શરુ કરી શકાશે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખતમ થયા બાદ ફરીથી શાળાઓ ખોલવાનો ર્નિણય સરકારે કર્યો હતો. અને ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળાઓનાં દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા. તેવામાં હવે શાળાઓ માટે બીજા એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે રાજ્યમાં સવારની સ્કૂલો સવારે તો બપોરની સ્કૂલો હવે બપોરે શાળા શરૂ કરી શકાશે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓફલાઈન સ્કૂલ શરૂ થતાં શાળાઓનો સમય રાબેતા મુજબ કરવામાં આવ્યો છે. જેને કારણે હવે બપોરની સ્કૂલો બપોરે શાળા શરૂ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન ક્લાસ દરમિયાન સવારનો સમય કરાયો હતો.
કોરોનાની પ્રથમ લહેર બાદ રાજ્યમાં શાળાઓને બંધ કરી દેવામાં આવી હતી. પ્રથમ લહેર ખતમ થયાના થોડા દિવસો માટે શાળાઓ ફરી ખોલવામાં આવી હતી. પણ થોડા જ દિવસોમાં બંધ કરી દેવામાં આવી હતી. જાે કે, બીજી લહેર પૂરી થયા બાદ સરકારે ૨૬ જુલાઈથી શાળાઓની ઓફલાઈન શરૂઆત કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો.
Recent Comments