fbpx
ગુજરાત

નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં

શિક્ષણ વિભાગની નીતિથી વધુ એક શિક્ષક સંઘ નારાજ જાેવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ સરકાર સામે આંદોલનના મૂડમાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મનોજ પટેલે કહ્યું કે ૪૨૦૦ ગ્રેડ પેનો અમલ ન થતા શિક્ષકો આંદોલન કરી નારાજગી દર્શાવશે. ૫ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી નારાજગી દર્શાવીશું. છતાંય સરકાર દ્વારા હકારાત્મક વલણ નહીં અપનાવે તો આંદોલન વેગવંતુ બનાવાશે.

૪૨૦૦ ગ્રેડ પેના ઠરાવમાં ઉલ્લેખ હોવા છતાં પણ મહાનગરપાલિકા અને નગરપાલિકાના શિક્ષકોને હક્કથી વંચિત રાખવામાં આવ્યા છે. લાભ મળવાપાત્ર હોવા છતાં ૧૯ નગરપાલિકા અને ૬ મહાનગરપાલિકાના શિક્ષકોને લાભ મળી રહ્યો નથી. ૫ ઓગસ્ટથી રાજ્યના ૧૫,૦૦૦ શિક્ષકો ૫ દિવસ ઉપવાસ પર બેસશે. સરકારે ૪૨૦૦ ગ્રેડ પેનો લાભ જિલ્લા પંચાયતના શિક્ષકોને આપ્યો પરંતુ કોર્પોરેશન અને નગરપાલિકાના શિક્ષકોને એનાથી બાકાત રાખ્યા.


જિલ્લા પંચાયતની જે શાળાઓ કોર્પોરેશનમાં ભળી છે એ શિક્ષકોને પણ લાભ આપવામાં આવ્યો છે. રાજકોટ મનપાના શિક્ષકોને લાભ અપાયો છે, એ શિક્ષકો કેળવણી નિરીક્ષકની પોસ્ટ પર હોવાથી લાભ મળવા પાત્ર છે એવા કારણ સાથે એમને લાભ અપાયો છે. સુપરવાઈઝરની પોસ્ટ પર છીએ એટલે લાભ મળવાપાત્ર ના હોવાનું કારણ આપીને અમને અમારા અધિકારથી વંચિત રખાયા છે. સમાન કામ અને સમાન વેતનની અમે માગ કરી રહ્યા છે, ઠરાવ મુજબ અમને અમારી માગ પુરી કરી આપવામાં આવે એવી વિનંતી સરકારથી કરી રહ્યા છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/