fbpx
ગુજરાત

રાજ્યમાં હળવા વરસાદની આગાહી, કોઇ સિસ્ટિમ એક્ટિવ નથીઃ હવામાન વિભાગ

ગુજરાતમાં બે દિવસથી વરસાદ લગભગ ગાયબ છે. કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ આવી રહ્યો છે. દરેક જિલ્લામાં બહુ જ ઓછો વરસાદ છે. ત્યારે લોકો ફરી આકાશ તરફ મીટ માંડીને બેસ્યા છે કે વરસાદ ક્યારે આવશે. ત્યારે હવામાન વિભાગ વરસાદની આગાહી કરતા કહ્યુ કે, હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. બે દિવસ બાદ વરસાદ આવી શકે છે. રાજ્યમાં આજ દિન સુધી ૩૫.૮૪ ટકા જ વરસાદ પડ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ ૩૦.૯૮ ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં ૩૩.૯૩ ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં ૩૩.૫૫ ટકા વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ૩૫.૮૪ ટકા વરસાદ થયો છે.

મેટ ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી ૨૪ રાજયમાં છૂટો છવાયો વરસાદ આવી શકે. આવતીકાલ બાદ વરસાદ હજી પણ ઓછો થશે. તો ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની અસર ઓછી થશે. રાજ્યમાં ભારે વરસાદ આવે એવી કોઈ સિસ્ટમ હાલ અસ્તિત્વમાં નથી. રાજ્યમાં હજીપણ ૩૬ ટકા વરસાદની ઘટ ઓછી છે. ઉત્તર પ્રદેશની દક્ષિણમાં એક લો પ્રેશર છે, જેના કારણે સામાન્ય વરસાદ આવી રહ્યો છે. પરંતુ બે દિવસ બાદ સારો વરસાદ આવશે. ૩ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

રાજ્યના તમામ જળાશયોમાં હાલ માત્ર ૪૭.૩૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં સૌથી ઓછું પાણી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/