fbpx
ગુજરાત

સુરતમાં ધો.૧૦નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા તાત્કાલિક શાળા બંધ કરવામાં આવી

કોરોનાની બીજી લહેરનું સંક્રમણ કાબુમાં આવતા રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને વધુ છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ ૯થી ૧૨ના વર્ગોને ઓફલાઈન શરૂ કરવાની મંજૂરી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે અને હવે ધોરણ ૬થી ૮નું શિક્ષણકાર્ય શરૂ કરવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ૫૦% વિદ્યાર્થીઓની હાજરી સાથે શાળાઓ શરૂ કરવામાં આવી છે.

તો બીજી તરફ શાળા શરૂ થતા કોરોનાનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં વધુ ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ધનવંતરી રથ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. શાળા શરૂ થયા પછી વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને વિદ્યાર્થી કોરોનાથી સુરક્ષિત રહે તે માટે સુરત મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે, શહેરની કોઈ પણ ખાનાગીં કે, સરકારી શાળામાં કોરોનાનો કેસ આવશે તો આ શાળાને બંધ કરી દેવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર-૫માં વિદ્યાર્થીઓનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સુમન શાળા નંબર-૫ના વિદ્યાર્થીનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા ધોરણ ૧૦નો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. તેથી આ વિદ્યાર્થીની સારવાર શરૂ કરવામાં આવી હતી અને શાળાને બંધ કરી દેવામાં આવી હતી. સરકારી શાળાનો ધોરણ ૧૦નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા સુરતનો શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દોડતો થયો છે.

સુરતના તબક્કાવાર રીતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાનગી અને સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં શાળામાં ઓફલાઈન શિક્ષણ કાર્ય દરમિયાન એક પણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત આવશે તો શાળાને બંધ કરવામાં આવશે. આજ કારણે સુરતની સરકારી સુમન શાળા નંબર-૫ને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. સાથે જ જે વિદ્યાર્થી સંક્રમિત આવ્યો છે તેની સાથે અભ્યાસ કરતા અન્ય ૪૬ જેટલા વિદ્યાર્થીઓનો પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું, એક મહિના કરતા વધુ સમયથી ગુજરાતમાં કેસ ઘટ્યા છે. એટલે આપણે પૂર્વવત સ્થિતિ બનાવી રહ્યા છીએ. હું અત્યારે પણ કહું છું કે જ્યારે કેસ વધશે ત્યારે પાછા નિયંત્રણો સિવાય આપણી પાસે બીજાે કોઈ વિકલ્પ નથી અને કેસ વધશે તો પાછા નિયંત્રણો લગાવી દઈશું.

Follow Me:

Related Posts