fbpx
ગુજરાત

ભાઇના ક્લિનિકમાં હાજરી આપી વિશાલ નામના યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી

શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં વિશાલ નામના યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જાેકે યુવાન વિશાળ શિવાભાઈ કાકુલદે આપઘાત કરતા પહેલાં પોતાના મોટા ભાઈ યોગેશ દ્વારા શરૂ કરવામાં આવેલા ક્લિનિકના ઓપનિંગમાં હાજરી આપી હતી. તેમજ હસતા મોઢે કેક કટિંગ પણ કર્યું હતું. રાજકોટ શહેરમાં અવારનવાર આપઘાત તેમજ આપઘાતના પ્રયાસના બનાવો સતત સામે આવતા રહે છે. ત્યારે રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા વિશાલ નામના યુવકે બપોરના સમયે ગોંડલ રોડ પર આવેલા પી.ડી માલવયા કોલેજની સામે આવેલા રેલવે ટ્રેક પર ટ્રેનની આડે ઝંપલાવી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે.

ત્યારે સમગ્ર બનાવની જાણ રેલવે પોલીસ તેમજ માલવિયાનગર પોલીસે તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. માલવયા નગર પોલીસ દ્વારા યુવકની ઓળખ મેળવી તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ મળશે પીએમ રૂમ ખાતે ખસેડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકના ભાઈ હોમિયોપેથી ડોક્ટર છે. બુધવારના રોજ સવારના સમયે જ પટેલવાડી વિસ્તારમાં ડોક્ટર અને મૃતક ભાઈએ ક્લિનિકનું ઓપનિંગ કર્યું હતું.આ સમયે મૃતકના પરિવારજનો સાથે મળીને કેક કટિંગ પણ કર્યું હતું. કેક કટિંગ કર્યા બાદ યુવાન પોતાનું મોટરસાયકલ લઈને નીકળી પડ્યો હતો.

પોલીસ તપાસમાં મૃતક યુવાન કાપડની દુકાન ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે કયા કારણોસર તેને આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતકનાં ડોક્ટર ભાઈએ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે, તેણે ક્લિનિકના ઓપનિંગ સમયે જે કેક નું બટકું પોતાના નાનાભાઈને ખવડાવ્યું હતું તે અંતિમ બટકું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/