fbpx
ગુજરાત

કપાસિયા અને સિંગતેલના ભાવ સરખા, ૧૫ કિલોના ડબ્બાનો ભાવ રૂ. ૨,૫૦૦ નોંધાયો

દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેર હજુ સંપૂર્ણ રીતે પૂરી થઈ નથી. તેવામાં સતત મોંઘવારી વધી રહી છે. જ્યારે દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતાં મોંઘવારીનો માર સહન કરતી પ્રજા પર વધુ એક બોજાે આવ્યો છે.

પેટ્રોલ-ડિઝલના ભાવની સાથે ખાદ્યતેલના ભાવમાં પણ દિવસેને દિવસે વધારો જાેવા મળી રહ્યો છે. ગત અઠવાડિએ સિંગતેલ કરતાં કપાસિયાના તેલના ભાવ વધી ગયા હતા, પરંતુ હવે બન્ને તેલના ભાવ સરખા ચાલી રહ્યા છે.

ગત અઠવાડિયે સિંગતેલ કરતાં કપાસિયાના તેલના ભાવ રૂપિયા ૫૦થી લઈને ૭૦ સુધીના જાેવા મળ્યા હતા. જ્યારે હવે ફરી ભાવ વધારો થતાં કપાસિયા તેલના અને સિંગતેલના ભાવ સરખા દેખાઈ રહ્યા છે. હાલ ૧૫ કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા ૨,૫૦૦ નોંધાયો છે.

આગામી દિવસોમાં મહત્વના મનાતા એવા જન્માષ્ટમી, રક્ષાબંધન સહિતના તહેવારો આવી રહ્યા છે. તેવામાં ખાદ્યતેલ(ર્હ્ર્લઙ્ઘ ર્ંઙ્મૈ)ના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. જ્યારે તહેવારોની સિઝન આવતા હવે ખાદ્યતેલની માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે. જેને લઇને આ ભાવ વધારો થતો જાેવા મળી રહ્યો છે.

તેલના ભાવમાં વધારા પાછળનું એક એવું કારણ પણ માનવામાં આવી રહ્યું છે કે, સામાન્ય દિવસ કરતા હવે તહેવારોમાં ખાદ્યતેલમાં ડિમાન્ડ વધી છે. જેને લઇને તેમાં ભાવ વધારો થયો હોવાની શક્યતાઓ જાણવા મળી રહી છે. જ્યારે અઠવાડિયે કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂપિયા ૨,૪૮૫ હતા અને સીંગતેલનો ડબ્બો રૂપિયા ૨,૪૯૦ની સપાટીની આસપાસ જાેવા મળ્યો હતો. આમ કપાસિયા તેલના ભાવ સિંગતેલ કરતાં વધુ હતો જે આ અઠવાડિયે સરખા ચાલી રહ્યા છે. જ્યારે પામોલીન તેલે પણ રૂપિયા ૨,૦૦૦ની સપાટી કુદાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/