fbpx
ગુજરાત

સંઘ સુપ્રિમો ભાગવત ૨૮-૨૯ ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આ મહિને ગુજરાતની મુલાકાતે આવશે. ભાગવત ૨૮ ઓગસ્ટે અમદાવાદમાં અને ૨૯ ઓગસ્ટે સુરતમાં સંઘ અને તેની સાથે જાેડાયેલી સંસ્થાઓના પદાધિકારીઓને મળશે. આ સમય દરમિયાન, સંઘના સર કાર્યાવાહ દત્તાત્રેય હોસબોલે સહિત સંઘના અન્ય નેતાઓ પણ ગુજરાતની મુલાકાતે આવશે.

આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય ભાજપે પણ સંગઠનને મજબૂત બનાવ્યું છે. રત્નાકરને ગુજરાત સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, ભીખુભાઈ દલસાણિયા રત્નાકર પહેલા લગભગ એક દાયકા સુધી આ પદ સંભાળી રહ્યા હતા, પરંતુ ચૂંટણી પહેલા મહાસચિવની અચાનક બદલીને કારણે અનેક અટકળો શરૂ થઈ છે. ચૂંટણી પહેલા સંઘે ગુજરાતમાં પ્રાંતીય બેઠક બોલાવી છે, જેમાં ભાજપ સરકાર અને સંગઠનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. સંઘના પૂર્વ પ્રચાર પ્રમુખ પ્રદીપ જૈને ભાગવત અને હૌસબોલેની મુલાકાતની પુષ્ટિ કરી છે.

ભાગવત ૨૮ ઓગસ્ટે અમદાવાદ આવશે. ત્યા સંઘ, ભાજપ, વીએચપી, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોના નેતાઓને મળશે. આ દરમિયાન રાષ્ટ્રીય મુસ્લિમ મંચના નેતાઓ પણ ભાગવતને મળશે. ભાગવત ૨૯ ઓગસ્ટે રોજ સુરતની મુલાકાતે જશે. આ દરમિયાન સંઘ પરિવારના સરકાર્યવાહ દત્તાત્રેય હૌસબોલે સહિત બીજા નેતાઓ પણ ગુજરાતની મુલાકાત લેશે. વડા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ બેઠક કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/