fbpx
ગુજરાત

ઇડરિયા ગઢના ખનન સામે વેપારીઓએ સજ્જડ બંધ પાળી વિરોધ કર્યો

ઇડરિયા ગઢમાં સતત ખનનની કામગીરી સામે વેપારીઓ અને સ્થાનિકોએ વિરોધ નોંધાવી ઇડર બંધની જાહેરાત કરી છે. ઇડર આજે ખનનની કાર્યવાહી સામે રોષના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંધ પાળવામાં આવ્યો છે. વેપારીઓએ સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખીને બંધને સફળતાપૂર્વક બનાવ્યુ હતું.


ઇડરિયા ગઢનું અસ્તિત્વ અને અસ્મિતાને બચાવવા માટે લોકો મેદાનમાં ઉતર્યા છે. આજે ઇડર બંધનું એલાન છે. ઇડરિયા ગઢને બચાવવા માટે છેલ્લા કેટલાક વર્ષથી લોકો ખનનની પ્રક્રિયા રોકવા માટે અનેક રજૂઆતો કરી ચુક્યા છે છતા કોઇ નિરાકરણ આવ્યુ નથી. ઇડર ગઢના ગ્રેનાઇટના ખડકો પર રાજકારણીઓની નજર પડી છે. ઇડરિયા ગઢની અસ્મિત, મહત્વ, વિરાસતને બચાવવા માટે લોકો મેદાનમાં ઉતર્યા છે.

ઇડરિયો ગઢ માત્ર ઇડરની નહી રાજ્યની ધરોહર છે અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પ્રાકૃતિક સૌદર્ય અને ઐતિહાસિક વારસાનું ખનન થઇ રહ્યુ છે અને અનેક રજૂઆતો બાદ પણ ખનન અટક્યુ નથી. ઇડરના જુદા જુદા સંગઠનો દ્વારા ઇડર બંધનું એલાન કરવામાં આવ્યુ છે. ઇડરમાં બંધને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઇડરના સ્થાનિક લોકોની અપેક્ષા હતી કે ઇડરિયા ગઢનો ઐતિહાસિક વારસો હતો જે જળવાઇ રહેવો જાેઇએ. તમામ વેપારી સંગઠનોએ બંધનું એલાન આપ્યુ હતું જે સફળતાપૂર્વક સમર્થન મળ્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/