fbpx
ગુજરાત

તાપીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી કારમાંથી દારુનો જથ્થો ઝડપી પાડ્યો

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદો માત્ર મજાક બનીને રહી ગયો છે. રાજ્યમાં બુટલેગરો પોલીસથી બચવા માટે અવનવા નુસખા અજમાવી રહ્યાં છે, ત્યારે તાપી જિલ્લામાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગવર્મેન્ટ ઑફ ઈન્ડિયા ઑન ડ્યૂટી લખેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.


આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સોનગઢ પોલીસ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન “ભારત સરકાર” “ઑન ડ્યૂટી” લખેલી સ્કોર્પિયો કાર પસાર થઈ રહી હતી. આ સ્કોર્પિયો પર શંકા જતાં પોલીસે તેનો પીછો કર્યો હતો. જાે કે પાછળ પોલીસ આવતી જાેઈને સ્કોર્પિયો ચાલક પોતાનું વાહન મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.


જે બાદ પોલીસે સ્કોર્પિયોમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૯૮૪ બૉટલો કબ્જે કરીને હતી. આ પોલીસે વિદેશી દારૂ સહિત સ્કોર્પિયો મળીને કુલ ૮.૫૦ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરીને ફરાર કાર ચાલકને વૉન્ટેડ જાહેર કરીને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/