fbpx
ગુજરાત

ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં કૌભાંડ મામલે ઇડીએ ૧૩૪ કરોડની સંપત્તિ જપ્ત કરી

ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં થયેલ કથિત કૌભાંડ મામલે ઇડી દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં આતશ નોરકંટ્રોલ લિમિટેડ તથા ઈન્ડિયા-નૉર્વે જાેઇન્ટ વેન્ચર કંપનીની ૧૩૪ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી લીધી છે. ઇડીએ જે સંપત્તિઓ ટાંચમાં લીધી છે તેમાં કંપની પ્લાન્ટ, મશીનરી, કોમ્પ્યુટર, જમીન, બિલ્ડિંગ સહિતની મિલકતોનો સમાવેશ થાય છે. આ સિવાય આતશ નોરકંટ્રોલ લિમિટેડનાં નામે જમા રૂપિયા ૪૩.૭૫ કરોડ પણ ઇડીએએ પોતાના કબજે લઈ લીધા છે. સમગ્ર મામલે પીએમએલએ (પ્રેવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ) હેઠળ કાર્યવાહીના પ્રાથમિક આદેશ આપી દેવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર સીઆઇડીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે ૧૩૪ કરોડની છેતરપિંડી સામે એફઆઇઆર દાખલ કરી હતી.


રૂ.૧૩૪ કરોડના કૌભાંડમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડના સુપ્રિન્ડેન્ટન્ટ એન્જિનિયર હર્ષદ રાજપાલ અને તત્કાલીન ચીફ નોટીકલ ઓફીસર સંદીપચંદ્ર માથુરે આ ગુનાહિત ષડયંત્રનો હિસ્સો બની કમ્પલેશન સર્ટિફિકેટ ઈશ્યુ કરી આતશ કંપનીને ગેરકાયદેસર રીતે લાભ કરાવી મદદ કરી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આતશ નોરકંટ્રોલે પ્રોજેક્ટરનું રોકાણ રૂ.૧૦૦ કરોડ સુધી પહોંચાડવા માટે આકાશ પેલેસ ડેવલોપર્સ પ્રા.લિ અને ચારધામ ડેવલોપર્સ પ્રા.લિ. કંપનીઓના ૧૬.૩૧ કરોડના આઠ ખોટા ઈન્વોઈસીસ ઉભા કરી સને ૨૦૧૫-૧૬થી ૨૦૧૮-૧૯ સુધી ત્રણ વર્ષ દરમિયાન ફી ઉધરાવી ગેરકાયદેસર રીતે ૧૩૪.૩૮ કરોડની કમાણી કરી લીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/