fbpx
ગુજરાત

ખાણ-ખનીજ વિભાગે વીટીઆરએસ સિસ્ટમ વિકસાવવાનો કર્યો ર્નિણય

રાજ્યમાં થતી બેફામ ખનીજ ચોરી પર લગામ કસવા ખાણ-ખનીજ વિભાગે મોટો ર્નિણય કર્યો છે. રાજ્યમાં ખનીજ ચોરો પર લગામ લગાવવા માટે મોટો ર્નિણય કરવામાં આવ્યો છે.

ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા ૯૦ હજાર વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરાશે. ખાણ- ખનીજ વિભાગે વીટીઆરએસ સિસ્ટમ વિકસાવવાનો ર્નિણય કર્યો છે. સિસ્ટમ દ્વારા તમામ વાહનોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે. નોંધણી બાદ જીપીઆરએસ થકી તમામ વાહનોનું ટ્રેકિંગ કરાશે. સિસ્ટમથી પેનલ્ટી ચોરી અને ગેરકાયદેસર ખનનને પણ અટકાવી શકાશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ થતી સામે આવતી હોય છે. ત્યારે તેની વિરૂદ્ધ કોઇ પણ સામાન્ય વ્યક્તિ આંગળી નથી ઉઠાવી શકતી. તાજેતરની જ ઘટનાની વાત કરીએ તો સાબરકાંઠા જીલ્લાની શાન ગણાતા ઇડર ગઢને માથેથી એક વાર ખનનનું જાેખમ ટળ્યાં બાદ હવે પાછલે બારણે લીઝ માલિકો સક્રિય બન્યા છે. વહીવટી તંત્રની રહેમનજર તળે પથ્થરોનું કટિંગ કરી રહ્યાં છે. આ ખનન રોકવા ગયેલા ગઢ બચાવો સમિતિના સભ્યો અને સ્થાનિકો દ્વારા ઈડર જડબેસલાક બંધ રહ્યું હતું.

સાબરકાંઠા જીલ્લા સહીત ગુજરાતભરમાં જેની નામના છે એવા ઈડરિયા ગઢને ફરી એકવાર લીઝ માલિકો પાંગળો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેથી ત્રણ વર્ષ પહેલા ઇડર ગઢ બચાવો સમિતિ સહીત સાબરકાંઠા જીલ્લાભરમાંથી આવેલા ગઢ પ્રેમીઓના ધરણા, આવેદનપત્રો અને અહીંસક લડાઈઓ બાદ વહીવટી તંત્ર ઝૂક્યું હતું અને ગઢમાં ચાલી રહેલા ખનન પર પ્રતિબંધ મુક્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/