fbpx
ગુજરાત

મહેસાણાની દિવ્યાંગ દિકરી ટોક્યો પેરાલિમ્પિકમાં ઝળકી

મહેસાણાના સુંઢિયા ગામની ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસની કલાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. તેણે રાઉન્ડ ઓફ ૧૬ના મેચ નંબર ૨૦માં બ્રાઝિલની ઓલિવિરાને હરાવી હતી. ભાવિના પટેલે આ મેચ ત્રીજી ગેમમાં જ જીતી લીધી હતી. ભાવિનાએ પ્રથમ ગેમ ૧૨-૧૦, બીજી ગેમ ૧૩-૧૧ અને ત્રીજી ગેમ ૧૧-૬ થી જીતી હતી. આ જીત સાથે ભાવિના પટેલ દેશ માટે મેડલ જીતવાની એક ડગલું નજીક આવી ગઈ છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિનાનું ફોર્મ શાનદાર જાેવા મળ્યું છે અને તે એક પછી એક તેની મેચ જીતી રહી છે. ભાવિનાની આ જીતને લઈને તેનાં માતા-પિતા ખૂબ ખુશ છે. અગાઉ ભાવિનાએ ગ્રેટ બ્રિટનની મેગાન શેકલેટોનને ૩-૧થી હરાવી હતી

. ભાવિનાએ તેની મેચ ગ્રેટ બ્રિટનના ખેલાડી સામે ૧૧-૭, ૯-૧૧, ૧૭-૧૫, ૧૩-૧૧ થી જીતી લીધી હતી. જે જીત સાથે જ તેણે આગલા રાઉન્ડ એટલે કે રાઉન્ડ ઓફ ૧૬ માટે ટિકિટ કપાવી લીધી હતી. આ મેચમાં ભાવિનાની સારી શરૂઆતને બીજા રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની પેડલર દ્વારા આકરી ટકકર આપી હતી, પરંતુ ફરીથી ભાવિનાએ આગામી બે ગેમ્સને સારી રીતે નિયંત્રિત કરી અને તેની જીતની પાકી કરી લીધી હતી. ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ લખ્યો છે. આ પ્રથમ વખત છે, જ્યારે ભારતના કોઇ પેડલર ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હોય. બ્રાઝિલની પેડલર જાેયસ ડી ઓલિવિરા ને હરાવતી અ વખતે ભાવિના પટેલે આ કમાલ કર્યો છે. મહેસાણાનું સુઢિયા ગામ આજે ગૌરવ અનુભવી રહ્યું છે. ગામની દિવ્યાંગ દીકરીએ અનેક મુશ્કેલીઓ વેઠીને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું છે. ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાવિના પટેલે ત્રણ રાઉન્ડમાં જ બ્રાઝિલની ખેલાડી ઓલિવિરાને હરાવી સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને હવે તે ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક પગલું જ દૂર છે.

ભાવિના પટેલના પિતા ખેડૂત છે અને તેઓ કટલરીની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. પરિવારની સ્થિતિ સારી ન હોવા છતાં અન્ય પાસેથી નાણાંની મદદ લઈ દીકરીને અભ્યાસ અર્થે અમદાવાદ મોકલી હતી. ભાવિના પણ પિતાના આર્થિક ભારણને ઓછું કરવા અમદાવાદ સિવિલમાં નોકરી કરવા લાગી હતી. આજે ભાવિના પર માત્ર તેનું ગામ જ નહીં, પરંતુ સમગ્ર ભારત ગૌરવ કરી રહ્યું છે. ભાવિનાના પિતાને આશા છે કે ભાવિના ગોલ્ડ મેડલ જીતશે. આજે દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું કરનારી મહેસાણાની ભાવિના પટેલના પરિવારની એક સમયે સ્થિતિ સારી નહોતી. પિતા નાનકડી કટલરીની દુકાન ચલાવી પોતાનાં ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવે છે. તેના પિતાએ અન્ય લોકો પાસેથી આર્થિક મદદ લીધી હતી અને દીકરીને અભ્યાસ અર્થે અમદાવાદ મોકલી હતી. ભાવિના પટેલ એક સામાન્ય પરિવારમાંથી આવતી યુવતી છે. જાેકે પિતાએ વધુ અભ્યાસ માટે તેને અમદાવાદ ખાતે આવેલા અંધજનમંડળમાં અભ્યાસ અર્થે મોકલી હતી. ત્યાં ભાવિના પટેલે અભ્યાસની સાથે સાથે સિવિલમાં ત્રણ વર્ષ સુધી દર્દીઓના કેસ લખવાનું પણ કામ કર્યું, જેથી પિતા પાસે નાણાં માગવા ન પડે. ભાવિના પટેલ મહેસાણા જિલ્લામાં આવેલા સુંઢિયા ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. ભાવિનાના પિતા ગામમાં નાનકડી સ્ટેશનરી અને કટલરીની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.


મહેસાણા જિલ્લાના સુંઢિયાની યુવતી ગોલ્ડ મેડલ જીતવાથી એક પગલું દૂર છે. જાેકે આ યુવતી બાળપણથી પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જાેકે મક્કમ મન ધરાવતી ભાવિના પટેલે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અંધજનમંડળ, અમદાવાદ ખાતે તેને મૂકવામાં આવી હતી, જ્યાં તેણે ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ જાેઇને આ સ્પોર્ટ્‌સમાં કંઇક કરવાની ઇચ્છા જાગી હતી. ભાવિનાના પિતા હસમુખભાઈ પટેલે ભાસ્કરને જણાવ્યું હતું કે મારી દીકરી પ્રથમવાર ટેબલ ટેનિસ રમીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ત્યારે અમારા પરિવારમાં ખૂબ ખુશી આવી હતી અને અમારી દીકરીની ઇચ્છા મુજબ સતત પ્રયત્નશીલ રહ્યા. આજે અમારી દીકરી દેશ લેવલે રમી રહી છે, જેનો ખૂબ જ આનંદ અમે લોકો અનુભવી રહ્યા છીએ. જાેકે અમને વિશ્વાસ છે કે અમારી દીકરી ગામ અને સમગ્ર ભારત દેશનું નામ રોશન કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/