fbpx
ગુજરાત

કોરોના કાબુમાં આવતા અમદાવાદ સિવિલમાં ઓપીડી ફરી શરૂ કરાઈ

કોરોના ની બીજી લહેર માં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘસારો જાેવા મળતા સાંજની ઓ.પી.ડી બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સોમવારથી સવારની સાથોસાથ જ સાંજની ઓપીડી પણ દર્દીઓ માટે કાર્યરત રહેશે.જે રાજ્ય અને રાજ્ય બહારથી આવતા દર્દીઓની દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરશે તેવું તેમણે ઉમેર્યું હતુ”. સમગ્ર વિશ્વમાં જ્યારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ ક્ષેત્રે ઘણા પરિવર્તન હાથ ધરવામાં આવ્યા હતા.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્રદેશભરમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.દેશ પર એકાએક આવી પડેલી મહામારીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં સાંજની ઓપીડી બંધ રાખવા ર્નિણય કરવામાં આવ્યો હતો.

મેડિકલ, પેરામેડિકલના મોટાભાગના કર્મીઓ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષામાં હોઈ અને કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આ ર્નિણય હાથ ધરવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઇને સોમવારથી અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સંધ્યા ઓ.પી.ડી. ફરી વખત શરૂ કરવામાં આવી રહી છે. દર્દીઓને ત્વરિત અને સચોટ સારવાર મળી રહે તે હેતુસર વિવિધ પ્રકારના રોગોની સંધ્યા ઓ.પી.ડી દર્દીઓને લાભદાયક નીવડશે.કોરોના ની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા અમદાવાદ સીવિલ હોસ્પીટલ દ્વારા દર્દીઓ માટે જનહિતલક્ષી ર્નિણય કરવામાં આવ્યો છે.

દર્દીઓની સારવાર માટે હવે સવારની ઓ.પી.ડી. ની સાથે સાથે સાંજની ઓપીડી પણ સોમવારથી બપોરે ૨ થી ૪ કલાકે પૂર્વવત કાર્યરત કરવામાં આવશે. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જાેષી જણાવે છે કે “અમારી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય અને દેશભરમાંથી દર્દીઓ સારવાર અર્થે ઓ.પી.ડી.ની મુલાકાત લેતા હોય છે. અમારા ત્યાં દર મહિને અંદાજે ૯૦ હજારથી વધુ ની સંખ્યા રહેતી હોય છે. સામાન્ય રીતે સવારે ૯ થી ૧ અને બપોરે ૨ થી ૪ના સમયગાળામાં દર્દીની સારવાર અને તપાસ માટે ઓપીડી કાર્યરત રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/