fbpx
ગુજરાત

ગાંધીનગરમાં સિઝનનો ૪૯ ટકા વરસાદ નોંધાયો


જિલ્લામાં વરસાદની સરેરાશ એવરેજ ૭૬૫ એમએમ છે જેની સામે અત્યાર સુધી ૩૭૫ એમએમ વરસાદ થયો છે. દહેગામ તાલુકામાં એવરેજ ૮૦૬મીમી વરસાદ પડે છે જેમાં અત્યારસુધી ૨૭૬ મીમી વરસાદ પડ્યો છે અને ટકાવારી ૩૪.૨૪ છે. જ્યારે ગાંધીનગરમાં એવરેજ ૭૧૫ મીમી વરસાદ પડે છે જેમાંથી અત્યારસુધીમાં ૨૩૯ મીમી વરસાદ પડ્યો છે અને ટકાવારી ૩૩.૪૨ રહી છે આ ઉપરાંત કલોલમાં ૭૮૨મીમી વરસાદ પડે છે. જેમાંથી અત્યારસુધી ૪૨૨ મીમી વરસાદ અને ટકાવારી ૫૩.૯૬ છે માણસામાં ૮૦૦ મીમી વરસાદ પડે છે જેમાંથી અત્યારસુધી ૪૨૮મીમી વરસાદ અને ટકાવારી ૫૩.૦૫ થઈ છે ગાંધીનગર જિલ્લામાં એવરેજ ૭૬૫ મીમી વરસાદ પડે છે જેમાંથી અત્યારસુધી ૩૭૫ મીમી વરસાદ અને ટકાવારી ૪૯.૦૧ રહી છે.

ગાંધીનગરમાં બે દિવસથી જિલ્લામાં સારો વરસાદ નોંધાતા નાગરિકો અને ખેડૂતોએ રાહતનો દમ લીધો છે. ગાંધીનગરમાં ગુરૂવારે સવારે ૬ વાગ્યાથી શુક્રવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ પોણા ૨ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દહેગામમાં ૩.૩૬ ઈંચ, ગાંધીનગરમાં શહેરમાં એક ઈંચ, કલોલમાં દોઢ ઈંચ તથા માણસામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદથી ગાંધીનગરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ખેડૂતોના પાકને જીવનદાન મળી ગયું છે. ગાંધીનગરમાં જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો ૪૯ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/