અતિ ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણી ભરાતા સુરતીઓમાં ખુશીનો માહોલ
સુરત શહેરમાં મેઘરાજાની ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળાડિંબાગ વાદળો સાથે ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સાંજે ૪થી ૬ વાગ્યાના બે કલાકમાં ૧ ઈંચ વરસાદ શહેરમાં પડ્યો હતો. જ્યારેમાં કામરેજમાં સૌથી વધુ ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. શહેરના સેન્ટ્રલમાં ૨૦ મીમી, વરાછા-એમાં ૨૦ મીમી, વરાછા-બીમાં ૨૬ મીમી, રાંદેરમાં ૨૧ મીમી, કતારગામમાં ૨૮ મીમી, ઉધનામાં ૫ મીમી, લિંબાયતમાં ૧૩ મીમી, અઠવામાં ૯ મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે શહેરનો સિઝનનો કુલ વરસાદ ૪૫.૪૩ ઇંચ થયો છે. જ્યારે બારડોલીમાં ૧૫ મીમી વરસાદ ખાબક્યો હતો.
ઉપરવાસમાં ગત અઠવાડિયે પડેલા ભારે વરસાદથી ઉકાઇ ડેમની સપાટી ઝડપભેર વધીને ૩૪૦ ફૂટને પાર થઇ જતાં હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતને આગામી બે વર્ષ સિંચાઇ અને પીવાના પાણી માટે તકલીફ નહિં પડશે. વર્ષે અંદાજે ૩ હજાર સ્ઝ્રસ્ (મિલિયન ક્યુબિક મીટર) પાણીની જરૂર રહે છે. જેની સામે હાલમાં ડેમમાં ૫૯૮૭ સ્ઝ્રસ્ પાણી છે. જેથી આગામી બે વર્ષ સુધી તો ચાલી જાય એટલું તો પાણી ડેમમાં ઉપલબ્ધ છે. હજુ ચોમાસું પૂર્ણ થયું નથી ત્યારે ડેમની સપાટીમાં આગામી દિવસમાં વધારો થશે. નોંધનીય છે કે, ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ ઓછું થતાં ઉકાઇ ડેમમાં પાણીની આવક તબક્કાવાર ઘટીને ૪૦ હજાર ક્યુસેક થઇ છે. જાે કે સપાટી રૂલ લેવલ ૩૪૦ ફૂટથી ઉપર હોવાથી ૨૨ હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત જ છે. મોડીસાંજે ૭ કલાકે ઉકાઇ ડેમની સપાટી ૩૪૦.૭૫ ફુટ નોંધાઇ હતી. જ્યારે હથનુર ડેમની સપાટી ૨૧૧.૯૦ મીટર જ્યારે ડિસ્ચાર્જ ૧૮૬૫૩ ક્યુસેક છે.
શહેરમાં ૧ ઇંચ, હજુ ૨ દિવસ મધ્યમ વરસાદની આગાહી, શહેરનો સિઝનનો વરસાદ ૪૫.૪૩ ઈંચ થયો, કતારગામમાં ૧ ઇંચ, અઠવામાં માત્ર ૯ મિમી ઉપરવાસમાં ગત અઠવાડિયે પડેલા ભારે વરસાદથી ડેમની સપાટી સડસડાટ વધી ૩૪૦ ફૂટને પાર વર્ષે ૩૦૦૦ ની જરૂર સામે ૫૯૮૭ એમસીએમનો સંગ્રહ, જાવક ૨૨ હજાર ક્યુસેક હોવાથી સપાટી હજુ વધશે.
Recent Comments