fbpx
ગુજરાત

ગાંધીનગર સચિવાલયમાં વિજળી પડતા એક કર્મચારીનું મોત નિપજ્યું


રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ચારે કોર પાણી જ પાણી જાેવા મળ્યું છે એક બાજુ કહેવાતું હતું કે સૌરાષ્ટ્રમાં પાણીની ખૂબ જ તંગી છે ત્યાં પાણીની પ્રોબ્લમ હરહંમ્શ માટે રહે છે તેમ છતાં આ વર્ષે અતિ વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી ભરાયા ગામે ગામો પાણીમાં ગરકાવ થયા તેમજ તમામ ડેમો ભરાઈ ગયા તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ જાેવા મળ્યો છે અને ત્યાં પણ ડેમો ની સપાટી ઉપર આવી છે તમામ ડેમો ભરાઈ ચુક્યા છે આવી પરિસ્થિતિમાં અનેક જગ્યાએ ઝાડ પડવા તેમજ ઢોરના મૃત્યુ અને વિજળી પડવાની ઘટનાઓ જાેવા મળી રહી છે.

તેવી જ રીતે હાલમાં ગાંધીનગરમાં જાેરદાર વરસાદની સાથે વિજળી ના કડાકા ભડાકા થતા વરસાદ વર્ષો જેમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના પટાવાળા તરીકે રજનીકાંત પર અચાનક વિજળી પડતા મોત નીપજ્યું હતું. જેમાં વાત એમછે કે ગાંધીનગરમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં પટાવાળામાં ફરજ બજાવતા રજનીકાંત ચા -નાસ્તો કરવા જુના સચિવાલયમાં રિશેષ સમયે આવ્યા હતા તે દરમિયાન તે જુના સચિવાલયના બ્લોક નંબર ૧૧ પાસેના બગીચા નજીક લીમડાના ઝાડ પાસેથી પસાર થતી વખતે તેમના પર અચાનક વિજળી પડતા તેમનું મૃત્યુ થયું હતું.બનાવના પગલે આસપાસના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. તરફડિયાં મારતાં રજનીકાંતભાઈને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ લઈ જવાયા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે સિવિલ હોસ્પિટલ તેમના સંતાનો પણ દોડી આવ્યા હતા.

તેમજ પોલીસ પણ દોડી ગઈ હતી. અને મૃતક કર્મચારીની લાશનું પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. વીજળી પડતાં રજનીકાંતભાઈનાં કપડાં ફાટી ગયાં હતાં. શરીરે ઈજાનાં નિશાન જાેવા મળ્યા નહોતાં. ઘટનામાં વકફ બોર્ડના એક કર્મચારી હર્ષદ રાણાને પણ વીજળીની અસર થઈ હતી, જેને સારવાર માટે લઈ જવાયા હતા. ઘટનાના સમયે હાજર યુવતીઓેએ ચીસાચીસ કરી મૂકી હતી. સમગ્ર ઘટના નજરે જાેનાર જશંવતભાઈ પટેલે કહ્યું હતું કે ‘કડાકા સાથે વીજળી પડી ત્યારે કાકા પર કંઈક પ્રકાશ જેવું દેખાયું હતું. કાકા પડી ગયા તેની પાસે ઊભેલી ૩ યુવતી અને ૨ યુવાન પણ નીચે પડી ગયા હતા. યુવતીઓએ બુમાબુમ કરી મૂકી હતી, જે બાદ બધા દોડી આવ્યા હતા.’આ બનાવના પગલે સચિવાલય સંકુલમાં આવેલા શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે હાલમાં પોલીસ દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/