fbpx
ગુજરાત

પીએમ આવાસ યોજનામાં મકાનનું મરામત ન કરનાર સામે ફરિયાદ થશે

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના ઘરનું રીનોવેશન કરાવી રહેવા લાયક બનાવી શકે તે માટે અંદાજિત ચાર વર્ષથી પ્રધાન મંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં અરજદાર દ્વારા પાલિકામાં અરજી કરી જરૂરી કાગળો રજુ કરનાર વ્યક્તિનું ફોર્મ પાસ થાય તેને રૂ.૩.૫૦ લાખની સહાય છ હપ્તામાં ચુકવવામાં આવી રહી છે. જેમાં પાલનપુર શહેરમાં અંદાજીત ચાર વર્ષના સમય ગાળામાં ૨૦૫૬ જેટલા અરજદારોને લાભ આપવામાં આવ્યો હતો. પરંતુ ૨૦૦ જેટલા અરજદારો દ્વારા સહાયનો પ્રથમ હપ્તો લીધા બાદ પણ મકાનનું કામ ચાલુ કરવામાં આવ્યુ ન હતુ. જેથી પાલિકા દ્વારા કામ ન ચાલુ કરનાર ૨૦૦ જેટલા અરજદારોને નોટીસ ફટકારી મકાનનું કામ ચાલુ કરો નહી તો સહાયનો પ્રથમ હપ્તો પરત જમા કરાવો જેથી ૨૬ જેટલા અરજદારોએ મકાનનું કામ ચાલુ ન કરવાની શરતે પ્રથમ હપ્તો પરત કર્યો હતો. પરંતુ હજુ સુધી ૧૭૪ જેટલા લાભાર્થીઓએ સહાયનો હપ્તો પરત જમાં કરાવેલ નથી. જેથી આગામી દિવસોમાં આવા લાભાર્થીઓને વકીલ મારફત આખરી નોટીસ ફટકારવામાં આવશે અને તેમ છતાં જાે સહાયનો હપ્તો પરત જમા નહી કરાવનાર લાભાર્થી સામે પોલીસ ફરિયાદ કરી હપ્તાની રકમ વસુલ કરવાની કવાયત હાથ ધરવામાં આવશે.તેમ પાલિકાના સુત્રોએ જણાવ્યુ હતુપ્રધાન મંત્રી આવાસ યોજનામાં અરજદારોએ પોતાના ઘરના રીનોવેશન માટે સહાય મેળવી છે. જેમાંથી કેટલાક અરજદારોએ સહાય મેળવવા છતાં પોતાના મકાનના રીનોવેશનનું કામ ચાલુ ન કરતા પાલિકા દ્વારા નોટીસ ફટકારી સહાય પરત કરવા જાણ કરી છે. જેમાંથી કેટલાક અરજદારોએ સહાય પરત કરી છે. પરંતુ હજુ કેટલાક અરજદારોએ સહાય પરત જમા ન કરતા આગામી સમયમાં આવા અરજદારો સામે પોલીસ ફરિયાદ કરી સહાય પરત લેવાની કાર્યવાહી હાથ ધરાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/