fbpx
ગુજરાત

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પહેલીવાર મહિલા નેતા નીમા આચાર્યને મળ્યું સ્થાન

ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે મહિલા નેતાને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીમા આચાર્યની નિમણૂક કરવામાં આવી છે. નીમા આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. વિધાનસભાના અધ્યક્ષની નિમણૂક થઇ ગઈ છે ત્યારે હવે ઉપાધ્યક્ષની નિમણૂકને લઇને ભજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે કોંગ્રેસમાંથી ડૉકટર અનીલ જાેષીયારાએ દાવેદારી કરી છે અને ભાજપમાંથી જેઠા ભરવાડે દાવેદારી કરવામાં આવી છે. ડૉક્ટર અનીલ જાેષીયારા બાબતે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આ વિધાનસભાના ઉપાધ્યક્ષના પદ માટે ભણેલા ગણેલા આદિવાસી નેતાની પસંદગી કરવામાં આવી છે અને ભાજપ દ્વારા જેની ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે તેમનો ઈતિહાસ ગુનાહિત છે. નીમા આચાર્યએ વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષની નિમણૂક થયા બાદ હવે ઉપાધ્યક્ષની નિમણૂકને લઇને ભાજપ અને કોંગ્રેસ સામસામે આવ્યા છે.

વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્યએ જણાવ્યું હતું કે, રાજેન્દ્ર ત્રિવેદી અને દંડક પંકજ દેસાઈએ ફોર્મ રજૂ કર્યું હતું અને તેને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સહમતી આપી છે. મુખ્યમંત્રીની સહી અને પરેશ ધાનાણીની સહીથી આ નોમીનેશન રજૂ કરવામાં આવ્યું છે. મને વિધાનસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ બનાવવામાં આવી છે, ત્યારે હું એમ સમજુ છું કે સમગ્ર મહિલા સમાજનું ગૌરવ વધ્યું છે. મહિલા પર વિશ્વાસ મૂકીને આવી મોટી જવાબદારી આપવામાં આવી છે ત્યારે હું ચોક્કસથી કહીશ કે આવું તો નરેન્દ્ર મોદી જ કરી શકે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો ઈતિહાસ તેનો સાક્ષી છે કે, ગુજરાતમાં વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ હંમેશા વિપક્ષને મળતું હતું. કોંગ્રેસે જ્યારે ગુજરાતની અંદર સરકાર ચલાવી ત્યારે ગૃહની ગરિમા જળવાય તે રીતે વિપક્ષને ઉપાધ્યક્ષનું પદ આપીને સન્માનિત કર્યા હતા. કમનશીબે વીતેલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ આ પરંપરાને પૂરી કરી નાંખી છે. કોંગ્રેસ પક્ષે એક સ્વચ્છ છબીના પ્રતિનિધિને ઉપાધ્યક્ષ તરીકે ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે ભાજપે રજૂ કરેલુ નામ ક્યાંક ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. મને વિશ્વાસ છે કે વિધાનસભાના ૧૮૨ સભ્યો બહોળા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર આગેવાન ડૉક્ટર અનીલ જાેષીયારાને સર્વાનું મતે સ્વીકારશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/