fbpx
ગુજરાત

રાજ્યમાં સીઝનનો ૯૦% વરસાદ નોંધાયો


રાજ્યમાં બુધવારે મેઘ મહેર જારી રહેતા ૧૮૦ તાલુકામાં હળવાથી લઇને ભારે અને કેટલાક તાલુકામાં અતિભારે વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જળાશયો છલકાઇ જતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. સપ્ટેમ્બર મહિનામાં સતત વરસાદ રહેતા રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૯૦ ટકા થઇ જવા પામ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં ભારે વરસાદના કારણે મોસમનો ૧૦૨.૬૩ ટકા વરસાદ થયો છે. કચ્છમાં ૯૩.૬૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૮૯.૬૩, મધ્ય-પૂર્વ ગુજરાતમાં ૮૧.૧૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૭૦.૯૩ ટકા વરસાદ થવા પામ્યો છે. ૫૬ તાલુકામાં ૨૦ ઇંચથી વધુ વરસાદ થયો છે. ભાદરવો ભરપૂર રહેતા છેલ્લા એક દાયકાના સરેરાશ ૮૪૦ મીમી સામે ૭૫૬ મીમી જેટલો વરસાદ થઇ જવા પામ્યો છે. તે મુજબ હવે રાજ્યમાં હાલની સ્થિતિએ ફક્ત સવા ત્રણ ઇંચ જેટલા વરસાદની જ ઘટ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/