fbpx
ગુજરાત

ગાંધીનગરમાં મનપા ચુંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામ્યો


ગાંધીનગરમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, જનતાના વોટમાં એટલી તાકાત છે કે જનતા ધારે તો ગુજરાતની તસવીર બદલી શકે છે. ગાંધીનગરમાં લોકોને ભાજપ પર ભરોસો નથી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા બે ટર્મથી ભાજપ પ્રત્યે પોતાની નારાજગી બતાવીને લોકો કોંગ્રેસને જીતાડી રહ્યા છે પરંતુ કોંગ્રેસ પણ ગાંધીનગરની જનતા સાથે વિશ્વાસઘાત અને ગદ્દારી કરી રહી છે. ગાંધીનગરમાં આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ગાંધીનગરની જનતા સાથે વિશ્વાસઘાત અને ગદ્દારી કરી છે.

તો ભાજપે જનતાનો સમર્થન અને ભરોસાને વેચી દીધો છે. ૩ ઓક્ટોબરે ગાંધીનગરની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા થોડા દિવસો પહેલાં રસ્તા પર ડાન્સ કરીને અને લોકોને સલામ કરીને મતદાનની અપીલ કરવામાં આવી હતી. તો એક જગ્યા પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અંગ્રેજી ભાષામાં મતદાન કરવાની અપીલ કરી હતી.ચૂંટણીના પ્રચાર વખતે ગાંધીનગરના ચ-૩ સર્કલ પર આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ બેનર સાથે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ભાજપના ઉમેદવાર દ્વારા કાઢવામાં આવેલી રેલી પણ ચ-૩ સર્કલ પાસેથી પસાર થઈ હતી.

જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ એ આમને-સામને સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપની ઉમેદવારની રેલીમાં વૈભવી કારનો કાફલો જાેવા મળ્યો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સર્કલ પર એકદમ સિમ્પલ રીતે તેમના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા હતા.ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જાેર લગાવી રહી છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પડકાર છે. તો બીજી તરફ ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લોકોનું સમર્થન પણ મળ્યું છે. આમ આદમી પાર્ટીની સભામાં મોટી સંખ્યામાં લોકો જાેવા મળી રહ્યા છે. તો બીજી તરફ હવે ચૂંટણીને લઈને ગાંધીનગરમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગાંધીનગરમાં ભાજપ દ્વારા મેનિફેસ્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા લોકોને ગેરેન્ટી કાર્ડ પણ આપવામાં આવ્યા છે. ચૂંટણીને લઇને હાલ ગાંધીનગરમાં પ્રચાર-પ્રસાર રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા જે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી છે તેનું નામ સંકલ્પ સિદ્ધિ પત્ર આપવામાં આવ્યું છે અને તેમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા મોટા વાયદા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ સુરતમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરોને પ્રચાર માટે ગાંધીનગરના મેદાને ઉતાર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/