fbpx
ગુજરાત

ગુજરાતના ખેડુતો ચિંતિત શેરડીમાં નવો રોગ પ્રસરી રહ્યો છે

મહારાષ્ટ્રમાં ૧૪૦ ખાંડના કારખાનામાંથી ૯૪.૦૫ લાખ ટન ખાંડ બની હતી. જે ગયા વર્ષે ૫૫.૦૫ લાખ ટન હતી. કર્ણાટકામાં ૩૩.૩૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન વધીને ૪૧.૩૫ લાખ ટન થઈ ગયું હતું. ગુજરાતમાં બે ખાંડ મિલો બંધ થઈ ગઈ હતી, ૧૫ મિલોમાં ૧૫ માર્ચ ૨૦૨૧ ૮.૪૯ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. જે ૨૦૨૦માં ૭.૭૮ લાખ ટન હતું. ૧૬૧ લાખ ટન શેરડી ૨૦૨૦-૨૧માં પાકવાની ઘારણા કૃષિ વિભાગની હતી. મહારાષ્ટ્રમાં ૮૧ હજાર કિલો, કેરાલામાં ૧ લાખ કિલો અને ગુજરાતમાં ૭૦ હજાર કિલો હેક્ટર દીઠ શેરડી પાકે છે. આમ ગુજરાત શેરડીના ઉત્પાદનમાં પાછળ ધકેલાઈ ગયું છે. જેમાં રાતડ રોગ જવાબદાર છે.શેરડીનું કેન્સર ગણાતો લાલ સડો ખેડૂતોને બરબાદ કરી રહ્યો છે. ગુજરાતમાં એક જ જાતના શેરડીના વારંવાર વાવેતરને કારણે લાલ સડાનો રોગ વધી રહ્યો છે. જાણીતા લાલ રોટ રોગથી શેરડીનો પાક બરબાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં આ રોગ ફેલાવા લાગ્યો છે. શેરડી પકવતાં જિલ્લાઓમાં રોગ શરૂ થયો છે. જિલ્લાઓમાં આ જાતનું વાવેતર વધ્યું તેમ તેમ તેમાં રોગો વધવા લાગ્યા. સૌથી વધુ અસર લાલ સડોના રોગથી થઈ. શેરડીનો પાક છેલ્લા કેટલાક દિવસોથી સુકાવા લાગ્યો છે. શેરડી વચ્ચેથી ફાટી જાય છે અને આખી શેરડી અંદરથી લાલ થઈ જાય છે. શરૂઆતમાં શેરડીનો પાક સુકાવા લાગે છે. લાલ સડાના રોગનું સૌથી વધુ જાેખમ છે.

આ રોગને શેરડીના કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. આખો પાક બરબાદ થઈ જાય છે. શેરડીના પાકમાં આટલો વ્યાપક રોગ અગાઉ જાેયો ન હતો. લાલ રંગ સાથે સફેદ ફોલ્લીઓ જેવી દેખાય છે. ધીરે ધીરે આખો છોડ સુકાઈ જાય છે. લાલ સડો રોગની અસર આ વિવિધતા પર વધારે છે. ખેડૂતો એક જ જાતનો વધુ વિસ્તારમાં ઉપયોગ કરે છે. લાલ રોટ રોગમાં, દાંડી દાંડીની અંદર લાલ રંગ સાથે સફેદ ફોલ્લીઓ જેવી દેખાય છે. ધીરે ધીરે આખો છોડ સુકાઈ જાય છે. પાંદડા પર નાના ફોલ્લીઓ દેખાય છે. ફાડવા પર તેને દારૂ જેવી ગંધ આવે છે. વિવિધતાનું આયુષ્ય ૧૨ થી ૧૫ વર્ષનું હોય, પણ વિવિધતા ૨૦ વર્ષ સુધી સારી રીતે ચાલી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જેમ શેરડીનો વિસ્તાર વધ્યો છે. ૨૦૧૭-૧૮થી વધી રહ્યો છે નીચાણવાળા વિસ્તાર છે, જ્યાં પાણી વધારે છે. શેરડી સહેલાઇથી તૂટી જાય છે. શેરડીને ફાડતા દારૂની ગંધ આવે છે. એકમાત્ર વિકલ્પ પાકને કાપીને તેનો નાશ કરવો તે છે. શેરડીના ખેડૂતોને નવી વિવિધતા ઉપલબ્ધ કરાવવી જાેઈએ. એવું ખેડૂતો માની રહ્યાં છે.

દ. ગુજરાતની ૧૪ સુગર ફેક્ટરીમાં સપ્ટેમ્બરની શેરડી રોપણી ૨૪ હજાર એકર વધીને ૭૩,૧૫૪ એકરે પહોંચી. ૨૦૧૯માં ૪૮,૮૯૯ એકર રોપણી થઈ હતી, હાલ રોપવાનું કારણ શેરડી કટિંગ વહેલું આવે.સજીવ શેરડી શેરડીની જાત કો.૮૬૦૦૨, સીઓએન ૦૫૦૭૨ અથવા સીઓએન ૦૫૦૭૧ (ગોળ માટે), સીઓ ૬૨૧૭૫ (ગોળ માટે) જાત છે. ગુજરાત શેરડીના ઉત્પાદનમાં ભારે મોટી પછડાટ ખાઈ રહ્યું છે. શેરડી પેદા કરીને ખાંડ બનાવવામાં ગુજરાત પછાત બની ગયું છે. દેશમાં વર્ષે ૩૦ ટકા ઉત્પાદન વધી રહ્યું છે. પણ ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ખાંડ મિલો બંધ કરી દેવામાં આવી રહી છે. હવે સૌરાષ્ટ્રમાં એક પણ ખાંડના કારખાના રહેવા દેવાયા નથી. ૨૨ ખાંડ મિલોમાં ૧૨ વર્ષ પહેલાં ૧૩.૬૯ લાખ ટન ખાંડ બનતી હતી. જે સતત ઘટીને હવે માત્ર ૧૦ લાખ ટન થઈ ગઈ છે. આવું છેલ્લાં ૨૦ વર્ષથી શરૂ થયું છે. ૮.૭૭ લાખ ટન ખાંડ થઈ હતી. શેરડીમાંથી ખાંડ બનવાની ટકાવારી ૧૦.૫૦ ટકા છેલ્લાં ૧૫ વર્ષથી રહી છે. નવી જાતો શોધી શકાઈ નથી. ૨૦ સુગર મિલમાંથી ૬ ખાંડના કારખાના બંધ થઈ ગયા છે. નર્મદા બંધ થયા પછી ખાંડના કારખાના ૨૦થી વધીને ૪૦ થવા જાેઈતા હતા. ૨૦ લાખ હેક્ટરમાં નિયમિત પાણી આપવામાં આવ્યું હોત તો ૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન વધીને ૨૦ લાખ ટન સુધી કરી શકાયું હોત. ૧૩૦ લાખ ટન શેરડી નર્મદા યોજના શરૂ થઈ ત્યારે ૨૦૦૧માં પાકતી હતી. હવે તે ઘટીને માંડ ૧૦૩ લાખ ટન થઈ ગઈ છે. નર્મદા યોજના પૂરી થયા પછી ૨૫૦ લાખ ટન શેરડી પાકવી જાેઈતી હતી. ભારતમાં ખાંડનું ઉત્પાદન ૧૫ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૩૩૦ ખાંડ મિલોમાંથી ૨૦૨૧માં ૪૨.૫૫ લાખ ટન – ૨૦ ટકા વધારા સાથે ૨૧૬.૧૩ લાખ ટનથી વધીને ૨૫૮.૬૮ લાખ ટન થઈ ગયું છે. વર્ષના આખરે ૧૫ મે ૨૦૨૧માં તે ૩૮ ટકા સુધી ખાંડના ઉત્પાદનમાં વધારો થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/