fbpx
ગુજરાત

હીરાના રફના ભાવ ૩૦% વધતાં નુકસાનની ભીતિથી પ્રોડક્શન ઘટાડી દીધું

સામાન્ય દિવસોમાં રવિવારના રોજ હીરાની ફેક્ટરીઓમાં રજા રાખવામાં આવે છે. પંરતુ દિવાળી મહિનામાં હીરાની માંગ વધારે હોવાને કારણે રવિવારે પણ હીરા પેઢીઓમાં રજા કેન્સલ કરવામાં આવતી હોય છે. પરંતુ રફના ભાવ વધવાને કારણે હીરા પેઢીના માલિકો દ્વારા આ વર્ષે દિવાળી મહિનામાં પણ રવિવારે રજા રાખવામાં આવી રહી છે. જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે કે, રફના ભાવમાં ૩૦ ટકાનો વધારો થયો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ડિમાન્ડ છે પરંતુ રફના ભાવમાં વધારો થવાથી હવે હીરા ફેક્ટરીઓના માલિકોને ૧૦થી ૧૫ ટકાનું નુકસાન થવાની શક્યતા છે. માંગ વધારાને કારણે રફ માઈનિંગ કંપનીઓ દ્વારા રફના ભાવમાં વધારો કર્યો છે હીરાની રફના ભાવમાં ૩૦ ટકાનો વધારો થયો છે. હીરા ઉદ્યોગપતિઓના મત પ્રમાણે આ વધારો ઐતિહાસિક છે. જેમાં હીરા પેઢીઓને ૧૦થી ૧૫ ટકાનું નુકસાન જઈ શકે છે. જેથી દિવાળી હોવા છતાં પેઢીઓએ પ્રોડક્શન ધીમું કર્યું છે. ૬ મહિનાથી વિદેશની માર્કેટમાં હીરા અને જ્વેલરીની ડિમાન્ડમાં વધારો થયો હોવાને કારણે રફ માઈનિંગ કંપનીઓ અને ટ્રેડર્સો દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સુરતની હીરા પેઢીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં શહેરની હીરાની પેઢીઓમાં કર્મચારીઓ ૮થી ૧૦ કલાક સુધી કામ કરતાં હોય છે, પરંતુ જ્યારે દિવાળીના મહિનામાં હીરાની માંગ હોવાથી હીરાની ફેક્ટરીઓમાં કટ એન્ડ પોલિશ્ડ માટે કારીગરો ૧૨ કલાકથી ?વધારે કામ કરતાં હોય છે. ફેક્ટરીઓ વહેલી સવારે ૫ વાગ્યાથી શરૂ થઈ જતી હોય છે. પરંતુ રફના ભાવના ઐતિહાસિક વધારાને કારણે હીરાની ફેક્ટરીઓમાં હવે વહેલી સવારે કામ શરૂ થવાની જગ્યાએ સામાન્ય દિવસોની જેમ જ કામકાજ ચાલી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/