fbpx
ગુજરાત

વતન જવા માટે રાજ્યમાં બસ સ્ટેશન પર પ્રવાસીઓનો ઘસારો

ગુજરાત વાહન વ્યવહાર વિભાગ માટે દિવાળી અને હોળીનો તહેવાર એ આવકનું મોટું સ્ત્રોત ગણાય છે. કારણ કે, આ બંને મોટા તહેવારો દરમિયાન લોકો પોતાના વતન તરફ જાય છે જે માટે નિગમ તરફથી વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છેદિવાળીના તહેવારમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગે કરેલી એક્સ્ટ્રા સંચાલનમાં અત્યાર સુધી ૨ લાખ ૩૫ હજાર પ્રવાસીઓએ મુસાફરી કરી છે, તેમાંથી ૩ કરોડ ૮૦ લાખ ૮૧ હજારથી વધુની આવક થઈ છે. જાેકે હજુ ભાઈબીજ સુધી ચાલનારા એક્સ્ટ્રા સંચાલનમાં નિગમને અંદાજે ૬ કરોડની આવક થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ૩૦ ઓક્ટોબરથી ૨ નવેમ્બર, એમ ૪ દિવસ દરમિયાન ગુજરાત વાહન વ્યવહાર વિભાગની એક્સ્ટ્રા સંચાલનની એસ.ટી.બસ મારફતે કુલ ૪૮૩૮ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં જેમજેમ તહેવાર નજીક આવે છે તેમ ટ્રીપની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે. સૌથી મોટી અને રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે સૌથી વધુ ટ્રીપનું સંચાલન સુરત વિભાગ તરફથી થયું છે, સાથે જ સૌથી વધારે મુસાફરો પણ સુરત વિભાગમાંથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પહોંચી રહ્યા છે. સુરતમાંથી અત્યાર સુધી ૧૦૬૯ ટ્રીપનું સંચાલન થયું છે અને કુલ ૫૯ હજાર ૫૯૫ પ્રવાસીઓએ સુરત વિભાગની બસોમાં પ્રવાસ કરી ચુક્યા છે. અત્યાર સુધી જી્‌ નિગમની એક્સ્ટ્રા બસના સંચાલન થકી કુલ ૩ કરોડ ૮૦ લાખ ૮૧ હજારની આવક થઇ છે. દિવાળીનો તહેવાર નજીક આવ્યો તેમ તેમ અમદાવાદ સહિત રાજ્યભરના મોટા અને મહત્વના બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓ ભીડ પણ જાેવા મળી રહી છે. એસ.ટી.નિગમેં તહેવારોના સમયમાં પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે અંદાજે ૧૫૦૦ જેટલી એક્સ્ટ્રા સંચાલનમાં મૂકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/