fbpx
ગુજરાત

નડિયાદ જિલ્લામાં મતદારયાદિ સુધારણા ઝુંબેશ શરૂ કરાઈ

ભારતના ચૂંટણીપંચ દ્વારા પહેલી જાન્યુઆરી ૨૦૨૨ના સંદર્ભમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ પહેલી નવેમ્બર ૨૦૨૧થી શરૂ કરી ૩૦ નવેમ્બર સુધી ચાલશે. આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં મતદારો મતદારયાદીમાં તેમનું નામ નોંધાવી શકે છે, નામ-અટક કે અન્ય વિગતમાં સુધારા-વધારા કરાવી શકે છે અને નામ કમી કરાવવું હોય તો નામ કમી કરાવી શકે છે. મતદારયાદીને લગતા તમામ અરજી ફોર્મ કલેક્ટર કચેરી, નડિયાદ તેમજ સંબંધિત પ્રાંત કચેરી, સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી વિનામૂલ્યે મેળવી શકાશે. આ ઉપરાંત આ ખાસ ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફિસર પાસેથી પણ અરજી ફોર્મ મેળવીને અરજી ફોર્મમાં વિગતો ભરીને જરૂરી પુરાવા સાથે તેમને સુપર્ત કરી શકાશે.

ચાલુ માસમાં ૧૪ નવેમ્બરને રવિવાર, ૨૧ નવેમ્બરને રવિવાર, ૨૭ નવેમ્બરને શનિવાર અને ૨૮ નવેમ્બર રવિવારના રોજ ખાસ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. આ દિવસે સવારે ૧૦થી સાંજના ૫ કલાક દરમિયાન તમારા વિસ્તારના મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર મારફતે આ અરજી ફોર્મ મેળવી શકાશે. તેમજ ભરેલી અરજીઓ તે જ સ્થળોએ ઉપરોક્ત દિવસોએ પરત આપી શકાશે તેવું આયોજન જીલ્લા ચૂંટણી શાખાએ કર્યુ છે. વધુ જાણકારી મેળવવા માટે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે કચેરી સમય દરમિયાન ડિસ્ટ્રીક્ટ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાંથી માહિતી મેળવી શકાશેઆગામી વિવિધ તબક્કાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે મતદાતાઓ માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. નવેમ્બર માસ દરમિયાન આ ઝૂંબેશ ખાસ શરૂ કરાઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/