fbpx
ગુજરાત

પાદરાના ૫ ગામ વેક્સિનેશનમાં પાછળ રહ્યા

વડોદરા જિલ્લાના ૬૬૨ ગામો પૈકી ૬૫૭ ગામોમાં રસી લેવાને પાત્ર તમામ લોકોએ રસી લઈ લેતાં,પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ થઈ ગયું છે. ફક્ત પાદરા તાલુકાના ૫ ગામોમાં જ પહેલા ડોઝનું રસીકરણ બાકી છે. આ પૈકી ૧-૧ ગામોમાં ૯૦થી ૯૯ ટકા અને ૩ ગામોમાં ૮૦થી ૯૦ ટકા રસીકરણ પહેલા ડોઝનું થયું છે. ગ્રામ પંચાયતો વાર જાેઈએ તો વડોદરા જિલ્લામાં કુલ ૫૩૬ ગ્રામ પંચાયતો છે.આ પૈકી ૫૩૧ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે. ફક્ત પાદરા તાલુકાની ૫ ગ્રામ પંચાયતોના વિસ્તારને બાદ કરતાં તમામ તાલુકાઓની તમામ ગ્રામ પંચાયતોમાં લાયક તમામ લોકોએ પહેલા ડોઝની રસી લઇ લીધી છે. પાદરા તાલુકાના ભોજ, નરસિંહપૂરા, આંતી, ભદારા અને ભદારી ગામોમાં પહેલા ડોઝનું રસીકરણ ૭૯થી ૯૦ ટકા વચ્ચે થયું છે. આ ગામોના બાકી લોકો સમજદારી દાખવી સત્વરે રસી મૂકાવી લે તેવો અનુરોધ તેમણે કર્યો છે

વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં આરોગ્ય તંત્રના પરિશ્રમ અને લોક જાગૃતિના કારણે કોરોના રસીના પહેલા ડોઝનું રસીકરણ લગભગ ૧૦૦ ટકાની નજીક પહોંચી ગયું છે. પહેલો અથવા બંને ડોઝ લઈ લીધાં હોય એવા લોકોની સંખ્યા ૧૮.૫૦ લાખ અને બંને ડોઝથી રસી રક્ષિત થયાં હોય એવા લોકોની સંખ્યા ૭.૬૦ લાખથી ઉપર પહોંચી છે. જાેકે, પાદરા તાલુકાના ૫ ગામો અને ડભોઇ તથા પાદરા શહેરી આરોગ્ય કેન્દ્રો હેઠળના વિસ્તારો પહેલા ડોઝના રસીકરણમાં સૌથી પાછળ રહેતા જિલ્લાની સિદ્ધિ ઝંખવાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં બહુધા રસીકરણમાં સમજદારીનો પ્રોત્સાહક લોક અભિગમ જાેવા મળ્યો છે. સરપંચો, લોક પ્રતિનિધિઓ, ધર્મગુરુઓ અને જ્ઞાતિઓના આગેવાનોના સહયોગ અને સમજાવટથી રસીકરણની સાવર્ત્રિક જાગૃતિ કેળવાઈ છે. તેમ છતાં, આ વિસ્તારોમાં કેટલાક લોકો તમામ પ્રકારની અને તમામ લોકોની સમજાવટ છતાં હજુ તો પહેલા ડોઝની રસી લેવામાં પણ ઉદાસીનતા દાખવી રહ્યાં છે.તેના લીધે પહેલા ડોઝના ૧૦૦ ટકા રસીકરણની સિદ્ધિ વેત છેટી રહેવા પામી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/