fbpx
ગુજરાત

વડોદરામાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૯૯.૦૪ ટકા પહોંચી

વડોદરા શહેરમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયામાં કેસમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારે ડેન્ગ્યૂના ૭ કેસ અને ચિકનગુનિયાના ૯ કેસ નોંધાયા છે. જ્યારે કમળાના ૪ કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું છે. હાલમાં ડેન્ગ્યૂના કુલ કેસ ૨૨૩૬ થયા છે, જ્યારે ચિકનગુનિયાના કુલ કેસ ૧૩૨૪ પર પહોંચ્યા છે. શહેરના રામદેવનગર અને સવાદ વિસ્તારમાં કમળાના ૪ કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું છે. પાલિકાની ટીમોએ કરેલા સર્વેમાં ૩૭ લોકોને ઝાડા-ઊલટી હોવાનું નોંધાયું છે. જ્યારે ૫૨૯ લોકોને તાવ હોવાની ફરિયાદ સામે આવી છે. પાલિકાની વિવિધ ટીમોએ ૧૩ કન્સ્ટ્રક્શન સાઈટ અને ૨ હોસ્ટેલમાં ચેકિંગ કર્યું હતું. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૧૮૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૮૪ પશ્ચિમ ઝોનમાં ૧૨,૦૨૭, ઉત્તર ઝોનમાં ૧૧,૮૨૯, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૩૫, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૭૬ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છેવડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૭૨,૧૮૭ ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૫૦૨ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

વડોદરા શહેર-જિલ્લામાં ૧૪ દિવસ બાદ મંગળવારે કોરોનાના માત્ર નવા ૨ કેસ આવ્યા હતા. વડોદરામાં છેલ્લાં બે અઠવાડિયાંથી રોજના ૬ની સરેરાશથી કેસો આવતા હતા, તેમાં અચાનક બ્રેક લાગી ગઇ હતી. વડોદરા શહેરના ઉત્તર ઝોનના ફતેપુરા અને દક્ષિણ ઝોનના માંજલપુરમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો હતો. દિવાળી દરમિયાનની ભીડને લીધે કેસો વધશે તેવી આશંકા હતી પણ માત્ર બે કેસ જ આવ્યા છે. જાેકે ૨૬૦૦થી વધુ નમૂનાઓનું ટેસ્ટિંગ થયું હતું. બીજી તરફ વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને ૪ પર પહોંચી છે. ગત અઢી મહિના બાદ એક સાથે ૪-૪ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા ૫૭ અને ક્વોરન્ટાઇન લોકો ૫૧ નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો. વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના અંગેના રસીકરણમાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૯૯.૦૪% એ પહોંચી છે. ૧૦૦ ટકાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે રાજ્ય સરકારે આપેલા ટાર્ગેટ મુજબ ૧૪,૪૮૫ લોકો બાકી છે. આ સાથે વડોદરા શહેરમાં મંગળવારે ૧૮,૧૩૬ લોકોએ રસી મુકાવી હોવાનો આંકડો કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે દિવાળી સુધીમાં ૧૦૦ ટકા રસીકરણ પ્રથમ ડોઝ માટેનું પૂર્ણ થાય તે માટે સૂચન કર્યું હતું આ સાથે બીજા દિવસની પણ માત્રા વધે અને બેકલોગ ઓછો થાય તે માટે પણ આદેશો જારી કર્યાં હતા જેને પગલે બીજા ડોઝ માટે પણ શહેરમાં કુલ વસ્તીના ૭૮.૦૪% લોકોએ રસી મુકાવી છે. મંગળવારે થયેલા રસીકરણ મુજબ પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૪૭૮૫ નોંધાઇ હતી જ્યારે બીજાે ડોઝ લેનાર ૧૩૩૭૯ નોંધાયા હતા. આગામી એક-બે દિવસમાં શહેરમાં સો ટકા લોકો પ્રથમ ડોઝ લેનાર થઈ જશે તેવી શક્યતાઓ આરોગ્ય વિભાગે વ્યક્ત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/