fbpx
ગુજરાત

હવે જીએસટીમાં વ્યાજની ગણતરી આપમેળે થશે : સમસ્યાનો અંત

જીએસટી ટેક્સની રકમથી વેરાશાખ વધુ હોય તેવા કિસ્સામાં વ્યાજના પ્રશ્નો ઉપસ્થિત થશે નહીં, પરંતુ જેને રિવર્સ વેરાશાખના કાયદા અસરમાં આવતા હશે તેઓએ ડ્યુ ડેટ પહેલા રિટર્ન ફાઇલ કરવાની તાકીદ રાખવી પડશે. રિટર્નમાં લેટ ફીની સાથે વ્યાજની રકમ પણ વસુલવામાં આવશે. બીજી તરફ વેરાશાખ સંબંધિત ગેરરીતિઓને અટકાવવા માટે પણ જીએસટી તંત્ર સાબદું બન્યુ છે. અને કોમ્પ્યુટર ડેટા વડે ચકાસણી કરી રહ્યું છે. જેઓની વેરાશાખ તેઓના ખરીદ વેચાણની સરખામણીએ અસામાન્ય હશે તેઓના પર અધિકારીઓ નજીકથી નજર રાખી રહ્યા છે. ખરીદી કર્યા વિના માત્ર વેચાણના બિલો ફાડી અને વેરાશાખ લઇ અન્ય જગ્યાએ તબદીલ કરાતી હોવાના કિસ્સા પણ તંત્રની નજરે ચડ્યા છે.

સીબીઆઇસી દ્વારા જીએસટીના નવા રજીસ્ટ્રેશનમાં સાચા વેપારીઓને પરેશાનીનો સામનો કરવો પડે નહીં તેના અંગે માથાપચ્ચી ચાલી રહી છેગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલીકરણના ૫૨ મહિના પછી પણ તેમાં તબદીલીઓ હજુ ચાલુ જ છે. વેપારીઓએ ફાઇલ કરવાના થતા જીએસટીઆર-૩બી રિટર્નમાં હવે વેપારીઓને મળશે રાહત, અગાઉ વ્યાજની ગણતરી મેન્યુઅલી કરવામાં આવતી હતી તેથી તેમાં અનેક સમસ્યાઓ સર્જાતી હતી. હવે ૧૫મી નવેમ્બરથી આવા વ્યાજની ગણતરી સાથે જ જીએસટીઆર-૩બીની ગણતરી આપમેળે ગઇ જશે.

માસિક અને ત્રિમાસિક રિટર્નમાં હવે વ્યાજની ગણતરીની જંજટના દિવસો પૂર્ણ થઇ રહ્યા છે. વેપારીઓએ જીએસટીના રિટર્ન નિયત સમયમાં ફાઇલ કર્યા ન હોય તો તેનું વ્યાજ ચડતુ જાય છે. હાલની સગવડતા અનુસાર આવા વ્યાજની ગણતરી મેન્યુઅલી કરવામા આવતી હતી અને વેપારીઓ-ટેક્સ કન્સલટન્ટોની ગણતરી અને ટેક્સ અધિકારીઓની સીસ્ટમમાં તફાવત સર્જાતા વેપારીઓને નોટિસો મળતી હતી, આવી સમસ્યા અંગે સીબીઆઇસીમાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/