fbpx
ગુજરાત

નિવૃત્ત પીઆઈ મહેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જ્ઞાનગંગા આપી લોકોને પ્રેરિત કર્યા

ગાંધીનગરના કોલવડા ગામના વતની મહેન્દ્રસિંહ વાઘેલા મહેસાણાના વીસનગર સિટી પોલીસ મથકમાંથી પીઆઈ તરીકે વર્ષ ૨૦૧૬માં નિવૃત્ત થયા હતા. પોલીસ-ઇન્સ્પેકટર તરીકે નિવૃત્ત થયા હોવાથી મહેન્દ્રસિંહ વાઘેલા કાયદાની કલમોથી વાકેફ હોય એ સ્વાભાવિક છે. જાેકે નિવૃત્તિ પછી પણ પોતાનું કાયદાનું જ્ઞાન અન્ય લોકોને મદદરૂપ થઈ શકે એ માટે પોલીસ ભરતીમાં નવા આવેલા લોકરક્ષકોને કાયદાની પાયાની તાલીમ આપવા માટે લેક્ચરર તરીકે વર્ષ-૨૦૧૭માં ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આઠ માસના કરારથી નવી ઇનિંગ શરૂ કરી હતી. કોલવડા ગામે લાલઘર મંદિરની બાજુમાં લેક્ચર લેવાની શરૂઆત થઈ અને દરરોજ બે કલાકનું શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું. પ્રારંભિક શરૂઆતમાં ગામના મોભી નંદાભાઈ ચૌહાણ તરફથી આર્થિક સહયોગ પણ મહેન્દ્રસિંહને મળ્યો હતો, પણ હજી ગામનાં ૮ જ છોકરા-છોકરીઓ નિઃશુલ્ક ટ્રેનિંગ માટે આવતાં હતાં. આ સંખ્યા વધારવા માટે ફરી મહેંદ્રસિંહે નવતર પ્રયોગ અજમાવ્યો હતો.

જે અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષાની કોઈપણ સરકારી જાહેરાત બહાર પડે એટલે એની વિગતવાર માહિતી સાથેનું બોર્ડ ગામના ચોકમાં લગાવવાની શરૂઆત કરી દીધી, જેથી કરીને ગ્રામજનોની નજર એ બોર્ડ પર પડતી હતી. એના ફળ સ્વરૂપ હાલમાં “કોલવડા યુવા ઉન્નતિ ક્લાસીસ”માં સંખ્યા વધીને ૯૦ સુધી પહોંચી ચૂકી છે, જેમાં ૪૫ છોકરા અને ૪૫ છોકરી નિયમિત રીતે સ્પર્ધાત્મક પરીક્ષાનું શિક્ષણ મેળવી રહ્યાં છે. ક્લાસમાં વિદ્યાર્થીઓને ઈન્ડોર ટ્રેનિંગ માટે બહારથી પણ તજજ્ઞ શિક્ષકો દ્વારા અલગ-અલગ વિષયોનું ગહન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મહેન્દ્રસિંહે લોક ક્ષકની શારીરિક કસોટીની ટ્રેનિંગ આપવા માટે ગ્રાઉન્ડ બનાવવા માટે કોલવડા આયુર્વેદિક કોલેજ પાસે ૧૬૧૦ મીટરનું ગ્રાઉન્ડ પણ તૈયાર કરાવ્યું. અહીં રોજ સવારે સાડાપાંચથી સાડાસાત સુધી શારીરિક કસોટી માટેની ટ્રેનિંગ પણ તેઓ આપી રહ્યા છે. જાેકે વહેલી સવારે ગામથી દૂર પાદરે ગ્રાઉન્ડ સુધી પહોંચવું મુશ્કેલીભર્યું હોવાની પણ ફરિયાદ ઊઠી હતી, જેના નિરાકરણ માટે મહેન્દ્રસિંહે છોકરીઓને ગ્રાઉન્ડ પર લાવવા-લઈ જવા માટે બે રિક્ષા રોકી દીધી છે,

એ પણ તદન નિઃશુલ્ક છે. માત્ર આઠ તાલીમાર્થીઓ થકી શરૂ કરેલી નિઃશુલ્ક શિક્ષણની સરવાણીના ધોધ વચ્ચે ગત વર્ષે કોલવડા ગામના ૧૪ તાલીમાર્થી ઉત્તીર્ણ પણ થઈ ચૂક્યા છે. ગામની દરેક જ્ઞાતિનાં છોકરા-છોકરીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એ માટે નિવૃત્ત પીઆઈ મહેન્દ્રસિંહ વાઘેલાએ નિઃશુલ્ક શિક્ષણની ગંગા વહેતી કરીને નિઃશુલ્ક પરીક્ષાલક્ષી સાહિત્ય પણ પૂરું પાડવામાં આવી રહ્યું છેરાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એમાંય ખાસ કરીને લોકરક્ષક દળની પરીક્ષામાં રાજ્યભરના લાખો યુવાઓ તૈયારી કરી રહ્યા છે. એમાં પણ ગાંધીનગરના કોલવડા ગામમાં એક નિવૃત્ત પોલીસ-ઈન્સ્પેક્ટરે યુવક-યુવતીઓ સફળ નીવડે એ માટે અનોખો સેવા ધોધ વહેતો કર્યો છે. ગુજરાત પોલીસના નિવૃત્ત પીઆઈએ મહેન્દ્રસિંહ વાઘેલા વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ઇન્ડોર-આઉટડોર એમ બંને પ્રકારની ટ્રેનિંગ આપી રહ્યા છે. આ માટે તેમણે ગામના પાદરમાં ફિઝિકલ ટ્રેનિંગ માટે ૧૬૧૦ મીટરનું વિશાળ ગ્રાઉન્ડ પણ તૈયાર કરાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/