fbpx
ગુજરાત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વડોદરા દુષ્કર્મ અને આપઘાત કેસમાં એક આરોપીને પકડી પાડ્યો

ચકલી સર્કલ પાસે પીડિતાને ચાલતો લઇ ગયો હતો અને ત્યાં તેની બહેનપણી આવ્યા બાદ તેમણે પોલીસને જાણ કરવાનું કહ્યું હતું, પણ બહેનપણીએ તેમને ના પાડી દીધી હતી. પોલીસને આ બહેનપણી પાસેથી પણ પોલીસને કોઇ કડી મળી શકે છે, પણ પોલીસ હજુ તપાસ ચાલુ હોવાનું રટણ કરી રહી છે. પોલીસે પીડિતાનો મોબાઇલ ફોનના આધારે પણ તપાસ કરી છે, પણ કઇ કડી મળી નથી. જાે યુવતીના મોબાઇલના ડેટા અને મેસેજ તથા સીડીઆરની તપાસ કરાય તોપણ નક્કર કડી મળી શકે છે. પોલીસે આ વિસ્તારના ૧૫ હજારથી વધુ મોબાઇલ ફોનને ટ્રેસ કર્યા છે અને એમાં બંને નરાધમો વિશે પણ કોઇ કડી મળી શકે છે, પણ ૧૪ દિવસની તપાસ પછી પણ પોલીસ તપાસ ચાલુ છે એમ જ કહી રહી છે પોલીસ છેલ્લા ૧૪ દિવસથી રિક્ષા અને સાઇકલને શોધી રહી છે. પીડિતાની સાઇકલ કોણે ગાયબ કરી એ મુદ્દે પોલીસે આ વિસ્તારના સાઇકલના વેપારીઓની પૂછપરછ કરી છે, પણ હજુ સાઇકલ મળી નથી.પીડિતા સુરત બસ ડેપોથી રેલવે સ્ટેશન તરફ જતી હતી ત્યારે સેક્સ મેનિયાક જેવી વર્તણૂક કરી રહેલા એક શખસે પીડિતાનો પીછો કરી પજવણી કરી હતી. પીડિતાએ તેની બહેનપણીને કરેલા મેસેજમાં જણાવ્યું હતું કે તેનો કોઇ પીછો કરી રહ્યું છે. સુરત રેલવે સ્ટેશન અને એની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક શખસ શંકાસ્પદ હરકત કરતો જાેવા મળ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ શખસને દબોચી લઈ તપાસ કરતાં તેણે પીડિતાની પજવણી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બસ સ્ટેશનથી યુવતી રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે પણ આ યુવાને તેનો પીછો કરતાં તે ડઘાઇ ગઇ હતી. ચાર દિવસ પહેલાં જ તેના પર સામૂહિક બળાત્કારની ઘટના ફરી તેની આંખોમાં રમતી થઇ હતી. ફરી પોતે બળાત્કારનો ભોગ બનશે એવી દહેશતને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે રેલવેના આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે યુવતીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા માટેનો ગુનો, આ ઉપરાંત તેની સાથે બળાત્કારની કલમનો પણ ઉમેરો કરી ફરિયાદ નોંધવામાં આવશે. જે સ્થળે પીડિતાની સાઇકલને ટક્કર મારી તેને બાંધી દઇ ૨૦૦થી ૩૦૦ મીટર દૂર લઇ જઇ દુષ્કર્મ કરાયું હતું. એવું કઇ રીતે બની શકે કે તેની જાણ એ જ વખતે કોઈને ન થઇ એ સવાલ સતાવી રહ્યો છે. એ વખતે નજરે જાેનારો સાક્ષી પોલીસને હજુ મળી શકયો નથી. આ રસ્તે અવરજવર ઓછી હોય છે છતાં તપાસ કરાય તો કોઇ નજરે જાેનાર મળી શકે છે. પીડિતાની ડાયરી મુજબ બંને જણા રિક્ષામાં આવ્યા હતા અને તેની સાઇકલને ટક્કર મારી તેને બાંધી દઇને વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ જઇ દુષ્કર્મ કર્યું હતું. આ રિક્ષા હજુ પણ પોલીસને મળી શકી નથી. રિક્ષા મળી જાય તો ઝડપથી કેસ ઉકેલાઇ શકે છે. રિક્ષામાં કોણ બેઠું હતું એ ખાસ સવાલનો મુદ્દો છે. રિક્ષાચાલકોને શોધવા માટે પોલીસે ૫૦થી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરી, પણ કોઇ કડી મળી નહોતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/