વાહ.. તંત્ર જાગ્યું વાપીમાં ચાલુ વરસાદે ડામર રોડ બનાવાયો
રાજયમાં પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ પડશે તેવી આગામી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી,આમ છતાં પાલિકા તંત્ર દ્વારા વોર્ડ નં. ૪માં ડામર રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદની આગાહી છતાં ડામર રોડ બનાવવાની કામગીરી કેમ શરૂ કરાઇ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે વાપી પાલિકાના વર્તમાન શાસકોએ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. પાંચ વર્ષ બાદ પણ ચાલુ વરસાદે રસ્તાની કામગીરી કરવી પડે છે. જેથી પાલિકાના પદાધિકારીઓએ કેટલી કામગીરી કરી છે તે જાેઇ શકાય છે.વાપીમાં શુક્રવારે કમોસમી વરસાદ વચ્ચે વોર્ડ નં. ૪ જીઆઇડીસી ગાર્ડનની સામે ચીકુવાડી વિસ્તારમાં ડામર રોડ બનાવવાની કામગીરી ચાલુ રહેતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા હતાં. કેટલાક જાગૃત લોકોએ વરસાદ વચ્ચે ડામર રોડની કામગીરીના વિડિયો લઇ વાઇરલ કરી દીધા હતાં. શહેર કોંગ્રેસ સમિતિએ આ કામગીરી સામે વાંધો પણ ઉઠાવ્યો છે. વાપી પાલિકાની ચૂંટણી ૨૮ નવેમ્બરે યોજાવાની છે. ચૂંટણીની તૈયારી વચ્ચે શુક્રવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદ સમયે પાલિકા વિસ્તારના વોર્ડ નં.૪ જીઆઇડીસી ગાર્ડનની સામે ચીકુવાડી માર્ગ પર ડામર રોડની કામગીરી ચાલી રહી હતી. વરસાદ ચાલુ હોવા છતાં કામગીરી ચાલુ રહેતાં અહીથી પસાર થતાં લોકોમાં તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા હતાં. ખરાબ માર્ગોના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. આવા સમયે ચાલુ વરસાદે ડામરની કામગીરીથી આ માર્ગ કેટલો સમય ચાલશે તે સવાલ ઊભો થઇ રહ્યો છે. આ ઉપરાંત ચૂંટણીની આચારસંહિતા ચાલી રહી છે. આ અંગે પુછતાં ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ જણાવ્યુ હતું કે અગાઉ મંજુર થયેલો માર્ગ છે. જેથી આચારસંહિતા ભંગનો પ્રશ્ન ઊભો થતો નથી.
Recent Comments