fbpx
ગુજરાત

અમદાવાદના વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદ્યા બાદ પેટીએમથી પેમેન્ટ કર્યું ખાતામાં પૈસા ના આવ્યા

અમદાવાદ શહેરમાં દિલ્હી દરવાજા ખાતે એક કરિયાણાની દુકાનમાં ગત ૩૦ સપ્ટેમ્બરે બે વ્યક્તિ રિક્ષા લઈને ખરીદી કરવા આવી હતી. ૨૫થી ૩૦ વર્ષની ઉંમરના બે યુવાને તિરુપતિ તેલના ૧૫ કિલોના બે ડબ્બા, જ્યારે ગુલાબ કપાસિયા તેલના ૫ લિટરના બે કેરબા ખરીદ્યા હતા, જેની કિંમત ૬૭૦૦ થઈ હતી. માલ ખરીદીને આ બે યુવકોએ વેપારીને કહ્યું હતું કે અમારી પાસે રોકડા રૂપિયા નથી, પરંતુ તમને ઁટ્ઠઅંદ્બ મારફત પૈસા ટ્રાન્સફર કરી દઈએ છીએ. વેપારીના મોબાઈલમાં ઁટ્ઠઅંદ્બ મારફત પૈસા ટ્રાન્સફર મેળવવા માટે એપ્લિકેશન નહોતી, જેથી તેમણે તેમના નોકરના મોબાઈલમાં એપ્લિકેશન હોવાથી તેના નંબર પર પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. માલ ખરીદવાવાળાઓએ ઁટ્ઠઅંદ્બ મારફત પૈસા ટ્રાન્સફર કરતાં પાંચ મિનિટમાં નોકરના મોબાઈલમાં પૈસા જમા થયાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ આ બંને ગ્રાહકો માલ રિક્ષામાં મૂકીને રવાના થયા હતા. બાદમાં નોકરે તેના બેંકના ખાતામાં તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે પૈસા જમા થયા જ નહોતા. વેપારીએ કોઈ ટેક્નિકલ ખામી સમજીને થોડા દિવસમાં પૈસા જમા થશે એમ સમજીને રાહ જાેઈ હતી, પરંતુ પૈસા નહીં મળતાં તેમણે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છેઅમદાવાદમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ચેન-સ્નેચિંગ અને વાહનચોરો બેફામ બન્યા છે. ત્યારે સાયબર ક્રાઈમથી પણ હવે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ડિજિટલ પેમેન્ટથી ઠગવાના ગુનાઓની ફરિયાદો નોંધાઈ રહી છે. શહેરમાં વેપારીને ડિજિટલ પેમેન્ટ લેવામાં કડવો અનુભવ થયો છે. બે ગઠિયા અમદાવાદના વેપારી પાસેથી તેલના ડબ્બા લઈને ॅટ્ઠંઅદ્બ મારફત પૈસા ટ્રાન્સફર કરીને નીકળી ગયા હતા, જેનો મેસેજ પણ આવ્યો હતો, પરંતુ ખાતામાં પૈસા ન આવતાં વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/