fbpx
ગુજરાત

ગુજરાતમાં ધીમા વરસાદ સાથે તાપમાનમાં ૮ ડિગ્રી ઉંચકાતા ઠંડીમાં ઘટાડો થયો, હજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આશંકાઓ છે ઃ હવામાન વિભાગ

હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. જાેકે રાજ્યમાં રવિવારથી માવઠાની કોઈ શક્યતાઓ નથી. આજે નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, દમણમાં હળવો વરસાદ થઈ શકે છે. રાજયમાં આગામી ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના પણ નહિવત છે. સોમવાર પછી લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
હવામાન વિભાગે વેસટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થયા બાદ પમ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર, દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પિપાવાવ, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, અલંગ, મગદલ્લા અને દમણના દરિયામાં નહીં જવા માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. વરસાદ થવાથી સુગર મિલો, ખેડૂતો અને સહકારી મંડળીના સંચાલકો ચિંતામાં મુકાયા હતા કેમકે આ વરસાદના કારણે શાકભાજી, કઠોર, ઘઉં, કપાસ અને શેરડીના પાકને નુકશાન થશે. ખાસ કરીને ખેતરમાં પડેલો ઘાસચારો અને હાલમાં શેરડીનું કટિંગ ચાલી રહ્યું છે અને વરસાદ પડવાના કારણે સુગર મિલોની ટ્રકો ખેડૂતોના ખેતરમાં ના જઇ શકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શેરડીનું કટિંગ અટવાયું છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં રોજ ૫૦ હજાર ટનથી વધુ શેરડી પીલાણ માટે આવે છે પણ વરસાદ પડવાના કારણે શેરડીના કટિંગ લબાઈ જતા સુગર મિલો અને ખેડૂતોને ભારે નુકશાન થશે. દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ અને ઠંડા પવનોને કારણે બુધવારે દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ઠંડીનું જાેર ઘટી ગયું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં એક દિવસમાં મહત્તમ તાપમાન ૮ ડિગ્રી ઉંચકાતા દિવસે ઠંડીનો ચમકારો ઓછો થયો છે. ભર બપોરે ગાત્રો થિજવતી ઠંડીમાં લોકોમાં લોકો ઠૂંઠવાયા હતાં. પરંતુ ગુરુવારે મહત્તમ તાપમાનનો પારો ૮ ડિગ્રી જેટલો ઉંચકાયો હતો. હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/