fbpx
ગુજરાત

લોકો કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતા નથી

ખેડા જિલ્લામાં કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા એક-બે પર છે. તો બીજી બાજુ રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી પણ થઈ ગઈ છે. ઉપરાંત અન્ય જિલ્લાઓમાં તો કોરોનાના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે ખેડા જિલ્લામાં જીલ્લા વાસીઓ લાપરવાહી દાખવી હરી ફરી રહ્યા છે જે આવનાર સમયમાં મોંઘી પડી શકે એમ છે. દિવાળી પછી જિલ્લાવાસીઓએ જાણે માસ્કને કાયમ માટે તિલાંજલિ આપી દીધી તેવો ચિતાર સમગ્ર જિલ્લામાં જાેવા મળી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ૧૦૦માંથી ૬૦% લોકો બજારમાં માસ્ક વગર હરતા ફરતાં જાેવા મળી રહ્યા છે. તેમાંય વળી અમૂક લોકો તો માત્ર માસ્ક પહેરવા ખાતર જ પહેરતાં હોય છે. તો સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાની ગાઈડ લાઈનની વાત શુ કરવી? કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધેલા વ્યક્તિઓ જ વધુ લાપરવાહી દાખવી રહ્યા છે. એક બાજુ કોરોનાના કારણે થંભેલું શિક્ષણ કાર્ય પ્રારંભ થયું છે. નાના ભૂલકાઓ કડકડતી ઠંડીમાં સ્કૂલે આવી રહ્યા છે ખાનગી વાહનો તથા બસ દ્વારા આવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. તો બીજી બાજુ જિલ્લામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. આ વચ્ચે જાે નવા ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસની એન્ટ્રી થશે તો હાહાકાર મચી જશે. માટે તકેદારી એટલે કે માસ્ક પહેરો અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાથી જ આ નવા વેરિઅન્ટ સામે લડી શકાય તેમ છે. આ બાબતે જીલ્લા વહીવટી તંત્ર એ પણ અગાઉ જિલ્લા વાસીઓને અપીલ કરી હતી અને જાે નહી ચેતો તો તંત્ર ને દંડની કામગીરી કરવા મજબૂર થવું પડશે. સમગ્ર ખેડા જિલ્લામાં એક બાજુ લગ્ન સિઝન ખીલી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્બરથી માંડીને ફેબ્રુઆરી સુધી અહીંયા દ્ગઇૈં મોટી સંખ્યામાં આવતાં જતાં રહે છે. આ દ્ગઇૈંના હબ ગણાતાં ચરોતર પંથકમાં નવા વાયરસની એન્ટ્રી ન થાય તે માટે તંત્ર સાબદું બની તકેદારીના પગલા લઈ રહ્યું છે. જે કસોટીમાં તંત્રને કેટલી સફળતા મળશે તે જાેવું રહ્યું.વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં પણ હવે ઓમિક્રોને પગપેસારો કર્યો છે. આ વચ્ચે તમામ જિલ્લાઓમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાની ગાઈડ લાઈનનું કડક પણે પાલન કરાવવા આદેશ જારી થયો છે. ત્યારે ખેડા જિલ્લામાં જિલ્લાવાસીઓની લાપરવાહી સામે આવી રહી છે. ૧૦૦માંથી ૬૦% લોકો માસ્ક વગર બજારમાં ફરે છે. એમાં પણ ૨૦% લોકો તો એવા મળે કે જાણે માસ્ક પહેરવા ખાતર જ પહેરતાં હોય. માસ્ક દાઢીએ લગાવેલું હોય અને નાક તો ખુલ્લુ જ રાખતાં હોય છે. જે લાપરવાહી આગામી દિવસોમાં તમામ લોકો માટે જાેખમી બની શકે છે. ઉપરાંત બજારમાં સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોરોનાની ગાઈડ લાઈનનું કોઈ પાલન નહી થતાં આવનાર દિવસોમાં અહીંયા પણ ઓમિક્રોનના કેસો સામે આવે તો નવાઈ નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/