fbpx
ગુજરાત

મોકડ્રીલ પુરી થતા એરસ્પેસ ખાલી કરવાને બદલે પ્લેન લેન્ડિંગની મંજૂરી આપી હતી

દર વર્ષે ચાર વખત એરપોર્ટ ખાતે સ્થાનિક તંત્ર દ્વારા મોકડ્રીલ યોજવામાં આવે છે. આ વખતે આ ત્રીજી મોડકડ્રીલ હતી. જે સમય કરતા ઓવરડયુ થઈ ગઈ હતી. એરેડ્રોમ કમિટિના ચેરમેન તરીકે કલેકટર હોય છે જેથી તેમણે દિવાળી પહેલા જ પોલીસ કમિશનર, એરપોર્ટ ડાયરેકટર સહિતના અધિકારીઓની મિટીંગ યોજી ૨૨ નવેમ્બરે મોકડ્રીલની તારીખ અને સમય નક્કી કરી દીધો હતો અને તે સમય મુજબ જ મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં કમ્યુનિકેશનની કચાશ હોવાનું જણાયું છેસુરત એરપોર્ટ પર ૨૨ નવેમ્બરે મોકડ્રીલ સમયે પ્લેન લેન્ડિંગને મંજૂરી આપી દેવાની તપાસમાં સંપૂર્ણ બેદરકારી એરપોર્ટ ઓથોરિટીની હોવાનું સત્તાવાર સુત્રોનું કહેવું છે. ૨૨ નવેમ્બરે સવારે ૧૦.૧૨ વાગ્યે મોકડ્રીલ પૂર્ણ થયાની જાહેરાત થઈ હતી

પરંતુ તે પછી મોકડ્રીલમાં જાેડાયેલા પોલીસ જવાનો સહિત અન્ય માણસોને એર સ્પેસ ખાલી કરવા માટે બફર અડધો કલાકની જરૂર રહેતી હોય છે. આ કિસ્સામાં ઓથોરિટીએ મોકડ્રીલ પૂર્ણ જાહેર કરી દીધી પણ એરસ્પેસ ખાલી કરવા માટે બફર સમય આપ્યો નહીં અને એ પહેલા જ અમરેલીથી સુરત આવેલી અનશિડયુલ ફલાઈટને એટીસીએ લેન્ડિંગ માટે મંજૂરી આપી દીધી હતી. જાે કદાચ પાઈલટ એ રન-વે પર પોલીસ જીપ જાેઈ ન હોત અને એટીસીને જાણ ન કરી હોત તો મોટી દુર્ઘટના બની હોત. આમ, સમગ્ર ઘટનામાં દોષનો ટોપલો પોલીસ પર ઢોળનારી એરપોર્ટ ઓથોરીટીએ મોકડ્રીલમાં જાેડાયેલા તમામ માણસો એરસ્પેસ ખાલી કરીને નીકળી ગયા કે નહીં તે જાેયા વિના જ લેન્ડિંગને મંજૂરી આપી દીધી હતી. ડીજીસીને સોંપાયેલા રિપોર્ટમાં અને ઈન્કવાયરીમાં આ ખુલાસો થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/