fbpx
ગુજરાત

સુરતમાં ૧૦૮ને રસ્તામાં સાઈડ કરી મહિલાની ડિલિવરી કરાવી

યાસ્મીન મીરાજ સૈયદ (ઉ.વ. ૩૦ (રહે. લીંબાયત મીઠીખાડી રતનજી નગર)ના લગ્નને લગભગ ૧૦ વર્ષ થઈ ગયા છે. આ બીજી પ્રસુતિ હતી. સિવિલમાં જ સારવાર ચાલી રહી છે. પ્રસુતિનો દુઃખાવો તો રાતથી થઈ રહ્યો હતો. પરંતુ યાસ્મીને કહ્યું જ ન હતું. સવાર પડતા દુઃખાવો વધ્યો ત્યારે જાણ કરતા જ ૧૦૮ને કોલ કરી દીધો હતો.કોલ મળતા જ ૧૦૮ની એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી આવી હતી. યાસ્મીનને લઈ સિવિલ જ આવી રહ્યા હતા. અને રસ્તામાં જ પ્રસુતિ થઈ ગઈ. દીકરીએ જન્મ લીધો હોવાનું જાણતા જ યાસ્મીનના ચહેરા પર સ્મીત આવી ગયું હતું. પ્રસુતિ બાદ માતા દીકરીને ૧૦૮ની ટીમ સિવિલ લઈ આવી હતી. જ્યાં બન્નેને પ્રાથમિક સારવાર આપી વોર્ડમાં શિફ્ટ ક્યાં હતા. દીક્ષિતા (૧૦૮ ઈસ્‌ લિંબાયત લોકેશન)એ જણાવ્યું હતું કે, સગર્ભાને એમ્બ્યુલન્સમાં લીધા બાદ રસ્તામાં જ પ્રસુતીની પીડા વધી ગઈ હતી. બહુ દુઃખે છે, બાળક નીચે સરકતું હોય એમ લાગે છે એવું કહેતા જ મેં પાયલોટને કહી એમ્બ્યુલન્સ ખરવર નગર પાસે રોડ બાજુએ ઉભી કરાવી દીધી હતી. ત્યારબાદ માત્ર ૨ મિનિટમાં જ પ્રસુતિ કરાવી દીકરીને જન્મ અપાવવામાં સફળ થઈ હતી. નાળથી નવજાત બાળકીને માતાથી અલગ કરી સાફ કરી બન્નેને તાત્કાલિક સિવિલ લઈ આવી હતી.સિવિલ આવતા જ મેડિકલ ઓફિસરને બોલાવી લાવી હતી. સિસ્ટરો પણ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ થઈ હોવાનું સાંભળી દોડી આવ્યા હતાં. બન્નેને તાત્કાલિક પ્રસુતિ રૂમમાં લઈ પ્રાથમિક સારવાર આપી હતી. નવજાત બાળકી લગભગ ૨.૨ કિલોની હેલ્ધી હોવાનું કહી શકાય છે. આનંદની વાત એ છે કે,આ અઠવાડિયામાં બીજી પ્રસુતી એમ્બ્યુલન્સમાં કરાવ્યાનો આનંદ છે.’બહુ દુઃખે છે, બાળક નીચે સરકતું હોય એમ લાગે છે’,-આ સાંભળી ૧૦૮ એમ્બ્યુલન્સની ઈસ્‌એ સૂઝબૂઝ વાપરી એમ્બ્યુલન્સ રોડ બાજુએ ઉભી કરાવી ૨ મિનિટમાં જ પ્રસુતિ કરાવી એક નવજાત બાળકીને જન્મ અપાવ્યો હોવાની વધુ એક પ્રસંશનીય કામગીરી સામે આવી છે. લિંબાયત ૧૦૮ લોકેશનની ઈસ્‌એ એક જ અઠવાડિયામાં બીજીવાર ચાલુ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી સાબિત કર્યું છે કે, વિશ્વાસ અને અનુભવથી દરેક કામ શક્ય બનાવી શકાય છે. પ્રસુતા યાસ્મીન સૈયદના પરિવારે ઈસ્‌ અને પાયલોટનો આભાર વ્યક્ત કરી કહ્યું હતું કે, દીકરી અપાવનાર ૧૦૮ની સેવાને હું ક્યારેય નહીં ભૂલું. આજે એક સંપૂર્ણ પરિવારની વ્યાખ્યા પૂરું થઈ, સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલી પ્રસુતા અને ૨.૨ કિલોની નવજાત બેબીની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ જણાવી ઈસ્‌ દીક્ષિતાની સારી કામગીરી બદલ પીઠ થબથબાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/